Gujarati News

Gujarati News

News of Tuesday, 21st November 2023

બીજેપી સ્નેહમિલન કાર્યક્રમમાં નાંદોદ ધારાસભ્ય ડો.દર્શનાબેન દેશમુખ આક્રમક બન્યા

કોઈક કાર્યકરે ધારાસભ્યનું અપમાન કરતા શબ્દો કહેતા ધારાસભ્યએ મંચ પર જ તીખા ચાબખા માર્યા


(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના નાંદોદ વિધાન સભાની ભારતીય જનતા પાર્ટી દ્વારા નવા વર્ષની શુભેચ્છાઓ માટે એક સ્નેહમિલન કેન્દ્રીય મંત્રી ભારત સંચાર વિભાગ દેવુંસિંહ ચૌહાણની અધ્યક્ષતામાં યોજાયો હતો. જેમાં ભાજપ પ્રમુખ ઘનશ્યામ પટેલ, ધારાસભ્ય ડો.દર્શનાબેન દેશમુખ, મહામંત્રી વિક્રમ તડવી, જિલ્લા પંચાયત પ્રમુખ ભીમસિંહ તડવી,જિલ્લા પ્રભારી ધર્મેશ પંડ્યા સહિત મોટી સંખ્યામાં આગેવાનો અને કાર્યકરો હાજર રહ્યા હતા.
 આ સ્નેહ મિલન સમારંભમાં ધારાસભ્ય ડો.દર્શનાબેન દેશમુખે પોતાનો બળાપો કાઢતા આક્રોશ સાથે જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટી માટે ભોગ આપવા વાળા બહુ નેતા છે અને પાર્ટી તેમના થકી ચાલે છે.બધાએ સમય અને ભોગ આપ્યો છે પરંતુ અત્યાર સુધી મે કોઈને તુકારીને વાત કરી કે અપમાન કર્યું નથી,પરંતુ મારું પાર્ટીના લોકો અપમાન કરી રહ્યા છે, એક નાનો કાર્યકર મારી સામે જોઈ જોઈને મારી હસી ઉડાડે છે એટલે તમે શું સમજો છો આં મારું અપમાન નથી ભાજપનાં ધારાસભ્યનું અપમાન છે..કહી ધારાસભ્ય ડો.દેશમુખે ભાજપનાં કાર્યકરો ઉપર જ ઉભરો ઠાલવ્યો હતો.જેમાં ત્યાં ઉપસ્થિત લોકોમાં સન્નાટો છવાઈ ગયો હતો.    જોકે નાંદોદ ધારાસભ્યની આ વાત સાચી હોય તો ધારાસભ્યની હસી ઉડાવનાર કાર્યકર્તા કોણ છે તેની તપાસ કરી બીજેપીની સિસ્તતા જાળવવા આવા કાર્યકર સામે પગલા લેવા જોઈએ જેથી ભવિષ્યમાં કોઈનું અપમાન નાં કરે તેવી પણ વાત ચર્ચામાં હતી.
 આ મુદ્દે ભરૂચ સાંસદ મનસુખભાઈ વસાવાએ જણાવ્યું કે ધારાસભ્યએ આવી વાત જાહેર મંચ પરથી નાં કરવી જોઈએ, સંગઠનમાં વાત મૂકી સમાધાન કરાય જે બંધારણે કરવી જોઈએ ..આજે કોઈ પણ વ્યક્તિ જે પણ હોદ્દો મેળવે છે તે સંગઠનને આભારી છે..આં મુદ્દે મને કેટલાંક કાર્યકરોએ ફરિયાદ કરી છે

 

(10:10 pm IST)