Gujarati News

Gujarati News

News of Tuesday, 21st November 2023

નાંદોદ ધારાસભ્યની દરમિયાનગીરીથી તિલકવાડા ગામમાં જતી બંધ એસટી બસો પુનઃ શરૂ થતાં રાહત

લગભગ દોઢ વર્ષથી તિલકવાડા ગામમાં એકપણ એસટી બસ જતી નાં હોય ગ્રામજનોએ આ માટે ધારાસભ્ય ડૉ. દર્શનાબેન દેશમુખને રજૂઆત કરતા આજથી બસ સેવા શરૂ


(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના કેટલાક ગામોમાં નિયમિત એસટી બસ નહિ જતી હોવાની અવાર નવાર બૂમ સંભળાઈ છે જેમાં લગભગ દોઢેક વર્ષથી તિલકવાડા ગામમાં એકપણ એસટી બસ નહિ જતા આ બંધ કરાયેલ બસો ચાલુ કરવા ગ્રામજનોએ નાંદોદ ધારાસભ્ય ડો.દર્શનાબેન દેશમુખ સમક્ષ રજૂઆત કરતા આજથી આ બસો શરૂ થતાં ગ્રામજનોએ ધારાસભ્ય ડૉ.દર્શનાબેનનો આભાર વ્યક્ત કરી ગામમાં આવેલી બસની પૂંજા વિધિ કરી બસના ડ્રાઈવર કંડકટર ને પુષ્પગુચ્છ આપી બસ શરૂ કરાવી હતી.
  આ મુદ્દે ગામના અગ્રણી શૈલેષભાઈ ડબગરે જણાવ્યું કે અમારા ગામમાં પાણીની લાઇનોનું કામ ચાલુ હતું અને ગામના રસ્તા સાંકડા હોવાથી એસટી બસ કે અન્ય મોટું વાહન ગામમાં આવી શકે નહિ માટે એસટી બસો બંધ કરવામાં આવી હતી પરંતુ ગામમાં બધી કામગીરી પૂર્ણ થયા બાદ પણ એસટી બસ ચાલુ નહિ થતા અમે ઉપરથી નીચે દરેક જગ્યાએ રજૂઆતો કરી છતાં પણ બાદ ગામમાં નહિ આવતા અમે આખરે ધારાસભ્ય ડૉ.દર્શનાબેન દેશમુખ ને આ મુદ્દે રજૂઆત કરતા ધારાસભ્ય મેડમે તાત્કાલિક જવાબદાર અધિકારીઓ સાથે વાતચીત કરી અને આજથી તિલકવાડા ગામમાં એસટી બસો શરૂ થતાં સૌ ખુશ છીએ અને ધારાસભ્ય ડો.દર્શનાબેનનો ગ્રામજનોએ આભાર વ્યક્ત કર્યો હતો.જોકે અમે ધારાસભ્યને ગામમાં બોલાવી તેમનું સન્માન કરવાનું વિચાર્યું હતું પરંતુ મેડમ કાર્યક્રમમાં વ્યસ્ત હોવાથી આવી શકે તેમ ન હોવાથી અમે ટેલીફોનીક આભાર વ્યક્ત કર્યો છે.

 

   
(10:03 pm IST)