Gujarati News

Gujarati News

News of Tuesday, 21st November 2023

વિકસિત ભારત સંકલ્‍પ યાત્રાનું બીજુ ચરણ ૩ ડિસેમ્‍બરથીઃ બ્રિજેશ મેરજા રાજયના ઇન્‍ચાર્જ

કેન્‍દ્ર સરકારની લોકકલ્‍યાણની યોજનાઓને છેવાડા સુધી પહોચાડવાનો હેતુ : નરેશ પટેલ, કૌશિક વેકરિયા, હિતેન્‍દ્ર પટેલ, હરેશ મોદી, યોગેશ પંડયા સહાયક ઇન્‍ચાર્જ

રાજકોટ તા. ર૧ :.. વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઇ મોદીના નેતૃત્‍વમાં કેન્‍દ્ર સરકાર વિવિધ જન કલ્‍યાણકારી યોજનાઓને સમાજના છેવાડાના વ્‍યકિત સુધી પહોંચાડવાના ઉદેશ્‍ય સાથે કામ કરી રહી છે. આ યોજનાઓ પ્રત્‍યે જાગૃતિ અને જનભાગીદારી વધારવાના ઉદેશ્‍ય સાથે ભારત સરકાર દેશવ્‍યાપી ‘વિકસિત ભારત સંકલ્‍પ યાત્રા' બે તબકકામાં શરૂ કરી રહી છે. આ યાત્રા દેશના તમામ જિલ્લાઓની તમામ ગ્રામ પંચાયતો અને શહેરી વિસ્‍તારોમાં આવશે. આ યાત્રા દરમ્‍યાન વિવિધ સ્‍થળોએ કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવશે. ભાજપ તરફથી આ યાત્રાના સમગ્ર ગુજરાતના ઇન્‍ચાર્જ તરીકે પૂર્વ પંચાયત મંત્રી બ્રિજેશ મેરજાને જવાબદારી સોંપાયેલ છે.

પ્રથમ તબકકામાં આદિવાસી ગૌરવ દિવસ (૧પ નવેમ્‍બર)ના રોજ વડાપ્રધાન શ્રી મોદી દ્વારા ઝારખંડના રાંચીથી આ યાત્રાની શરૂઆત કરવામાં આવી છે, જે ર૧ રાજયોના ૬૮ આદિવાસી પ્રભુત્‍વ ધરાવતા જીલ્લાઓમાં ર લાખ પ હજાર ગ્રામ પંચાયતોમાં પ્રચાર અભિયાન તરીકે ચાલશે.

બીજા તબકકામાં આ યાત્રા પ્રદેશના તમામ જિલ્લાઓમાં તા. ૩ ડીસેમ્‍બરથી શરૂ થશે અને તા. ર૬ જાન્‍યુઆરી ર૦ર૪ સુધી ચાલશે.

મુખ્‍યમંત્રીશ્રી, કેન્‍દ્રીય મંત્રીઓ, રાજય સરકારના મંત્રીઓ, ધારાસભ્‍યો સહિત પક્ષના તમામ હોદેદારો ૩ દિવસ સુધી યાત્રા સાથે જોડાશે. સાંસદોએ પોતાના મત વિસ્‍તારની યાત્રામાં તમામ દિવસોમાં ઉપસ્‍થિત રહેવાનું છે. તેવી પાર્ટીની સુચના છે.

વિકસિત ભારત સંકલ્‍પ યાત્રા માટે પ્રદેશ ભાજપ તરફથી બનાવવામાં આવેલ ટીમમાં પૂર્વ પંચાયત મંત્રીશ્રી બ્રિજેશ મેરજાને રાજયના ઇન્‍ચાર્જ તરીકે જવાબદારી સોંપવામાં આવી છે. સહઇન્‍ચાર્જ તરીકે નરેશ પટેલ(ત્રણદેવી), કૌશિક વેકરિયા (અમરેલી), હિતેન્‍દ્ર પટેલ (સહપ્રવકતા), હરેશ ચૌધરી (રમત ગમત સેલ) અને ડો. યોગેશ પંડયા (પંચમહાલ) ને નિયુકત કરવામાં આવ્‍યા છે. શહેર-જિલ્લા કક્ષાએ પણ ઇચાર્જ નિયુકત થશે.

ક્રમ    નામ   જવાબદારી    કાર્યક્રમની જવાબદારી        સંપર્ક નંબર

૧.  બ્રિજેશભાઇ મેરજા પૂર્વ મંત્રી-રાજય સરકાર         ઇન્‍ચાર્જ                ૯૮૭૯પ ર૩૦૭૯

ર. નરેશભાઇ પટેલ    ધારાસભ્‍ય-ગણદેવી             સહ ઇન્‍ચાર્જ     ૯૪ર૭૧ર૯૭૧૧

                                                            ૯૪૦૮૭ર૩૧૧૧  

૩.  કૌશિકભાઇ વેકરીયા                                 મુખ્‍ય નાયબ દંડક     સહ ઇન્‍ચાર્જ    ૯૪ર૬૪૪ર૭૦૩

૪.  હિતેન્‍દ્રભાઇ પટેલ પ્રદેશ સહ પ્રવકતા              સહ ઇન્‍ચાર્જ            ૯૮રપ૩ રપ૬૬૦

પ.  હરેશભાઇ ચૌધરી   પ્રદેશ સહ કન્‍વીનર-રમત-ગમત સેલ                   સહ ઇન્‍ચાર્જ    ૯૮૭૯૪ ૩૦૦૦૮

૬.     યોગેશભાઇ પંડયા     જીલ્લા ઉપપ્રમુખ-પંચમહાલ   સહ ઇન્‍ચાર્જ    ૯૮રપ૮પર૦૭ર

 

(5:32 pm IST)