Gujarati News

Gujarati News

News of Tuesday, 21st November 2023

સાયબર હુમલા, વિનાશક ભાંગફોડ કેવી રીતે અટકાવવા ? ગાંધીનગરમાં રણનીતી ચર્ચાશે

૬૩ દેશોના ૮૦ સભ્‍યો જેની સાથે જોડાયા છે તેવા સહુથી મોટા આંતરરાષ્‍ટ્રીય પોલીસ સંગઠનની મહત્‍વની બેઠક ગુજરાતમાં : મુખ્‍યમંત્રી અને ગૃહ મંત્રીની વિશેષ ઉપસ્‍થિતિ : વિશ્વની પ્રથમ ફોરેન્‍સીક યુનિ.નાં કુલપતિ અને વર્લ્‍ડ સંગઠનના વડા પદ્મશ્રી જે.એમ.વ્‍યાસ ટીમ મહત્‍વની ભુમીકામાં રહેશે

રાજકોટ, તા., ર૧: કાલથી બે દિવસ માટેગાંધીનગર ખાતે વિશ્વનીપ્રથમફોરેન્‍સીક સાયન્‍સ યુનિ. ખાતે ઇન્‍ટરનેશનલ એસોસીએશન ઓફ પોલીસ એકેડેમી કાઉન્‍સીલની ખુબ મહત્‍વની બેઠક મળી યોજાઇ રહી છે. સમારોહમાંમુખ્‍ય અતિથિ પદે મુખ્‍યમંત્રી ભુપેન્‍દ્રભાઇ પટેલ અને ગૃહ રાજયમંત્રી હર્ષભાઇ સંઘવી ઉપસ્‍થિત રહેશે.

આ અગત્‍યની બેઠકમાં જે મહત્‍વની બાબતો ગાંધીનગરસ્‍થિત નેશનલ ફોરેન્‍સીક યુનિ. નાકુલપતિ અને આ સંસ્‍થાનાા ઉપાધ્‍યક્ષ્ જે.એમ.વ્‍યાસન વડપણ હેઠળ ચર્ચાશે તેના મહત્‍વના મુદ્દાઓ આ મુજબ રહેશે.

સભ્‍યોમાં ગુજરાતગૌરવ એવા પદ્મશ્રી જયંતભાઇ વ્‍યાસ ઉપાધ્‍યક્ષ પદે રહી ખુબમોટુ માર્ગદર્શન આપે છે.

INTERPA એ  ૬૩ દેશોની ૮૦ સભ્‍ય સંસ્‍થાઓ સાથે જોડાયેલી પોલીસ અકાદમીઓનું સૌથી મોટું આંતરરાષ્‍ટ્રીય સંગઠન છે. ૧ર મી ઇન્‍ટરપા કોન્‍ફરન્‍સની થીમ છે, પોલિસિંગ એટ ટાઇમ્‍સ ઓફ ટેકનોલોજીકલ એકિસડન્‍ટસ એન્‍ડ નેચરલ ડિઝાસ્‍ટર્સ. આ કોન્‍ફરન્‍સ વિષય-નિષ્‍ણાંતોને વિચારોનુંઆદાનપ્રદાન કરવા, પડકારોની ચર્ચા કરવા અને સહયોગ અને નવીન આતંરદૃષ્‍ટિના આદાનપ્રદાનને પ્રોત્‍સાહિત કરવા માટેનું વાતાવરણ પુરૂ પાડવા માટેનું મંચ પ્રદાન કરશે.

INTERPA ના પ્રમુખ પ્રો. યિલમાઝ કોલાક, પીએચડી, ટર્કિશ નેશનલ પોલીસ એકેડમીના વડા છે. ઇન્‍ટરપાના પાંચ INTERPA એ ૬૩ દેશોની ૮૦ સભ્‍યો સાથે જોડાયેલી પોલીસ અકાદમીઓનું સૌથી મોટુ આંતરરાષ્‍ટ્રીય સંગઠન છે. ૧ર મી ઇન્‍ટરપા કોન્‍ફરન્‍સની પોલિસિંગએટ ટાઇમ્‍સ ઓફ ટેકનોલોજીકલ એકસીડન્‍ટસ એન્‍ડ રૂરલ ડિઝાસ્‍ટર્સ આ કોન્‍ફરન્‍સ નિષ્‍ણાતોને વિચારોનું આદાનપ્રદાન કરવા, પડકારોની ચર્ચા કરવા અને સહયોગ અને નવીન આંતરદૃષ્‍ટિના આદાનપ્રદાનને પ્રોત્‍સાહિત કરવા માટેનું વાતાવરણ પુરૂ પાડવા માટેનું મંચ પ્રદાન કરશે.

(5:18 pm IST)