Gujarati News

Gujarati News

News of Tuesday, 21st November 2023

સિરીયલ 'આંગન અપનો કા': પિતાનેપ્રાધાન્‍ય આપવા પુત્રીની હૃદયસ્‍પર્શી વાર્તા

(કેતન ખત્રી દ્વારા) અમદાવાદઃ સોની સબના આગામી શો ‘આંગન અપનોકા' સાથે આગળ વધવાનું ચાલુ રાખે છે. આશો એક પુત્રીનો તેના પિતા માટે ઉંડો પ્રેમ અને ફરજની ભાવનાની આસપાસ કેન્‍દ્રિત છે અને લગ્ન પછી તેના પિતાને છોડી દેવાની આવશ્‍યકતા પર પ્રશ્‍ન ઉઠાવજીને ભાવનાત્‍મક સંઘર્ષમાં પ્રવેશ કરે છે. તેણી માને છે કે તેણીના પિતાએ તેણીની પ્રાથમિકતા બનવાનું બંધ કરવાની જરૂર નથી કારણ કે લગ્ન પછી તેણીનો નવો પરિવાર હોય છે. તેણીના મંતવ્‍યો નવા પરિવાર સાથે નવું જીવન શરૂ કરતી વખતે તેણીના માતા-પિતાની સંભાળ રાખવાની વચ્‍ચે મહિલાઓને જે દુવ્‍ધિભાનો સામનો કરવો પડે છે તે પ્રતિબિંબિત કરે છે.

આશોએનું ચિત્રણ આયુષીખુરાના દ્વારા કરવામાં આવ્‍યું છે. જેમ મહેશ ઠાકુર દ્વારા ભજવવામાં આવેલા તેના પિતા જયદેવ પ્રત્‍યે અપાર સ્‍નેહ દર્શાવે છે. આશોમાં નીતાશેટ્ટી અને આદિતિ રાઠોડ સહિત પ્રધાવશાળા કલાકારો પણ છે, અને દરેક કૌશલ્‍ય પૂર્વક વાર્તાને આગળ ધપાવતી મહત્‍વ પૂર્ણ ભૂમિકાઓ ભજવે છે.

(4:29 pm IST)