Gujarati News

Gujarati News

News of Tuesday, 21st November 2023

એશિયન ગ્રેનિટો ઇન્‍ડિયા લિ. દ્વારા ડિજિટલ કેમ્‍પેઇન ‘એજીએલ જહાં ખુશીયા મિલ જાય' લોન્‍ચ

અમદાવાદઃ દેશની સૌથી મોટી લક્‍ઝરી સરફેસ, ટાઇલ્‍સ, માર્બલ્‍સ, ક્‍વાર્ટઝ અને બાથવેર સોલ્‍યુશન્‍સ બ્રાન્‍ડ્‍સ પૈકીની એક એવી એશિયન ગ્રેનિટો ઈન્‍ડિયા લિમિટેડે ડિજિટલ કેમ્‍પેઇન - એજીએલ જહાં ખુશીયાં મિલ જાયે લોન્‍ચ કર્યું છે. તે પાંચ એપિસોડનું કેમ્‍પેઇન છે અને કંપની દર બુધવારે અલગ અલગ થીમ પર નવા એપિસોડ લોન્‍ચ કરશે.

એજીએલ જહાં ખુશીયાં મિલ જાયે એ એક યુવાન દંપતિની આસપાસ ફરતી રસપ્રદ ટૂંકી વાર્તાઓનું વર્ણન છે પોતાના મંતવ્‍યો વ્‍યક્‍ત કરતા, એશિયન ગ્રેનિટો ઈન્‍ડિયા લિમિટેડના એક્‍ઝિકયુટિવ ડિરેક્‍ટર શ્રી ભાવેશ પટેલે જણાવ્‍યું હતું કે, ઙ્કએજીએલ ભાવનાત્‍મક અને વૈભવી જગ્‍યાઓને સ્‍માર્ટ રીતે પ્રસ્‍તુત કરીને ડિજિટલ કન્‍ટેન્‍ટ સ્‍પેસનો લાભ લઈ રહી છે. એજીએલની ડિજિટલ હાજરી ખૂબ જ મજબૂત છે અને હોમ ડેકોરનાની વિવિધ શૈલીઓ સાથે મજબૂત જોડાણ બનાવે છે. એજીએલ સ્‍ટોર પર વન સ્‍ટોપ સોલ્‍યુશનને કારણે ખુશહાલીભર્યા નિર્ણયો લેવામાં આવે છે આ નવા કન્‍ટેન્‍ટ સાથે, એજીએલ એ સ્‍થાપિત કરવાનો પ્રયાસ કરી રહ્યું છે.

(4:28 pm IST)