Gujarati News

Gujarati News

News of Tuesday, 21st November 2023

ગુજરાત પ્રદેશ ભાજપ લીગલ સેલના સહકન્‍વીનર સૌરાષ્‍ટ્રના સીનીયર ધારાશાષાી અનિલભાઈ દેસાઈનો જન્‍મદિવસ

રાજકોટ, તા. ૨૧ : સૌરાષ્‍ટ્રના જાણીતા સીનીયર ધારાશાષાી શ્રી અનિલભાઈ દેસાઈનો આજે જન્‍મદિવસ છે. રાષ્‍ટ્રીય સ્‍વંયસેવક સંઘના બાલ્‍યવયથી સ્‍વંયસેવક તરીકે સક્રીય રીતે જોડાયેલા છે. અભ્‍યાસ ની સાથે સાથે રાજકોટ ના ભાજપના પ્રથમ મેયર અને પૂર્વ ધારાસભ્‍ય સ્‍વ. અરવીંદભાઈ મણિયાર ના માર્ગદર્શન અને નેતળત્‍વ હેઠળ જનસંઘ /ભાજપના કાર્યમાં સક્રીય  રીતે જોડાયેલા છે.  ૧૯૮૨ માં ધ્રોલ-જોડીયા અને કાલાવડ વિધાનસભા ની પેટાચૂંટણી ઓમાં ૧૯૮૩ માં પોરબંદર લોકસભાની પેટા ચૂંટણીમાં તેમજ ૧૯૮૪ માં ગોંડલ;ધોરાજી;જેતપુર; ઉપલેટા માં નગરપાલિકા ની ચૂંટણીઓમાં તથા ૧૯૯૭માં રાધનપુર ની ધારાસભા ની પેટા ચૂંટણી માં રાજકોટ શહેર ની ટીમ સાથે  કેમ્‍પ કરીને ચુંટણી પ્રચારમાં સક્રિયતા થી જોડાયેલા છે.

વકીલાતના વ્‍યવસાયમાં ૩૮ વર્ષની  સફળ કારકિર્દી દરમિયાન ૧૯૯૮ થી ૨૦૦૩ સુધી રાજકોટ જિલ્લાના ડિસ્‍ટ્રિક્‍ટ ગવર્નમેન્‍ટ પ્‍લીડર(ડીજીપી) અને પબ્‍લિક પ્રોસ્‍યુકટર તરીકે  પણ જવાબદારી સંભાળી ચુકયા છે.  સમગ્ર સૌરાષ્‍ટ્ર કચ્‍છમાં તમામ જિલ્લા મથકોની અને અન્‍ય શહેરોની સેસન્‍સ કોર્ટમાં અતિ ચકચારી અને સંવેદનશીલ કેસો માં ગુજરાત સરકાર વતી સ્‍પેશ્‍યલ પબ્‍લિક પ્રોસ્‍યુકટર તરીકે સેંકડો કેસમાં નિયુક્‍તિ કરવામા આવેલ છે. તેવીજ રીતે સૌરાષ્‍ટ્ર ના  જાહેરજીવનમાં અગ્રણીઓ ;ધારાસભ્‍ય; સાંસદ વતી પણ અનેક કેસો લડી ચુકયા છે. રાજકોટ અને સૌરાષ્‍ટ્ર માં ભાજપના અગ્રણીઓ અને કાર્યકર્તાઓના  સેંકડો કેસમાં વકીલ તરીકે રહી ચૂકયા છે.

સફળ વકીલાતની સાથે સાથે સૌરાષ્‍ટ્રના સૌથી વધુ વકીલોની સભ્‍યસંખ્‍યા ધરાવતા  રાજકોટ બાર એસોસિએશનના પ્રમુખ તરીકે બે બે વાર જંગી બહુમતી થી વિજેતા બન્‍યા છે. અને એકવાર રાજકોટ બાર એસોસિએશનના સેક્રેટરી તરીકે જવાબદારી સંભાળી ચુકયા છે. હાલમાં ગુજરાત પ્રદેશ ભાજપ લીગલ સેલના સહ કન્‍વીનર તરીકેની જવાબદારી સંભાળી રહ્યા છે. ૧૯૮૯ થી આજદિન સુધીમાં તમામ લોકસભાની/વિધાનસભા/મહાનગરપાલિકા ની ચૂંટણીમાં   આચાર સંહિતા; ચુંટણી ને લગતા અને પોલીસ અને કોર્ટ ને લગતા કામ અવિરતપણે કરેલ છે. આ તમામ ચુટણીઓમાં મતદાનના દિવસે ભાજપના ચુંટણી કાર્યાલયમાં  ભાજપના એડવોકેટ ની ટીમ સાથે આખો દિવસ જવાબદારી સંભાળી રહ્યા છે.

શ્રી અનિલભાઈ દેસાઈ રાજકોટ અને સૌરાષ્‍ટ્રમાં ગુજરાત સરકારના બોર્ડ;નિગમો;રાષ્‍ટ્રીયકળત બેંકો;સહકારી બેંકો;સરકારી વીમા કંપનીઓ; યુનિવર્સિટી; રાજકોટ અર્બન ડેવલપમેન્‍ટ ઓથોરિટી(રૂડા); સહિત ૪૦ જેટલી સ્‍ટેચ્‍યુટરી સંસ્‍થાઓ ના પેનલ ઉપર એડવોકેટ તરીકે કાર્યરત છે.

‘પંચનાથ મહાદેવ મંદિર' ટ્રસ્‍ટના ટ્રસ્‍ટી તરીકે તેમજ આ પરિસરમાં  તાજેતરમાં જ રૂપિયા ૨૦ કરોડ ના ખર્ચે નિર્માણ પામેલ ૅપંચનાથ હોસ્‍પિટલૅમાં ટ્રસ્‍ટી તરીકે સેવાઓ આપી રહ્યા છે. રાજકોટ શહેરની વર્ષો જૂની અને જાણીતી સંસ્‍થા ‘જૈન બાલાશ્રમ'માં ટ્રસ્‍ટી તરીકે કાર્યરત છે.

સૌરાષ્‍ટ્ર કચ્‍છ સ્‍ટોક એક્‍સચેન્‍જમાં સેબીના પ્રતિનિધિ તરીકે ડાયરેકટર તરીકે જવાબદારી સંભાળી ચુકયા છે.

કોરોના સમયે રાજકોટની જાણીતી સેવાકીય સંસ્‍થાકાનુડા મિત્ર મંડળના નેજા હેઠળ જરૂરિયાત વાળા કુટુંબોને  રાશનની કીટ; અન્‍ય સામાજીક સંસ્‍થાઓ ના રાહત રસોડામાં આર્થિક સહાય બીજા રાજ્‍યોના મજૂરોને પોતાના વતનમાં જવા માટે જિલ્લા વહીવટી તંત્ર સાથે સંકલન સાધી કાનુડા મિત્ર મંડળ દ્વારા ૧૧૮ જેટલી રેલ્‍વે ટ્રેઇન મારફતે હજારો મજૂરોને ફૂડ પેકેટ અને બાળકો માટે રમકડાં અને પીવાના પાણીની સગવડ સાથે રાજકોટ જંકશન થી રવાના કરવાની સૌથી મોટી કામગીરી  કરેલી હતી.

શ્રી અનિલભાઈ દેસાઈના જન્‍મદિવસ નિમિત્તે તેમના કુટુંબીજનો મિત્રો તેમજ તેમના બહોળા ચાહક વર્ગ શુભેચ્‍છાઓ શુભકામનાઓ અને અભિનંદન વર્ષા તેમના મોબાઈલ નંબર  ૯૮૨૪૦ ૪૩૭૮૯ ઉપર  કરી રહ્યા છે.

(4:14 pm IST)