Gujarati News

Gujarati News

News of Tuesday, 21st November 2023

ફોટામાં દેખાતો ઝંડો એ યુવાન દાખલ થયો ત્‍યારે કયા છૂપાવેલ? ટીશર્ટ ઉપર બીજુ ટીશર્ટ હતું

અમદાવાદ અને ગાંધીનગરમાં હાઈલેવલની બેઠકો સતત ચાલી રહી છે, તપાસ બે ભાગે થશે , ક્રાઇમ બ્રાન્‍ચ વિરાટ કોહલી સુધી પહોંચી જનાર યુવાનની કુંડળી તથા સેકટર વડા ચિરાગ કોરડીયા પોલીસ બંદોબસ્‍તની ચૂક અંગે રિપોર્ટ આપશે આવા કળત્‍યો માટે બે વખત સજા ભોગવનાર ઓસ્‍ટ્રેલિયન યુવાને ઝડપથી દોડવા સ્‍પેશ્‍યલ બુટ પહેરેલ, દશ દિવસને બદલે એક દિવસના રિમાન્‍ડ મળતા ક્રાઇમ બ્રાન્‍ચ ડીસીપી ચૈતન્‍ય માંડલિક ટીમ સીપી જી.એસ. મલિક તથા નીરજ બડ ગુજ્જરનાં માર્ગદર્શન હેઠળ એક્‍ટિવ મોડમાં

રાજકોટ, તા.૨૧:  અમદાવાદમા નરેન્‍દ્ર મોદી સ્‍ટેડિયમમાં વર્લ્‍ડકપ ફાઇનલ દરમિયાન પોલીસની લોખંડી ઘેરાબંધી વીંધી ઝડપથી દોડી શકાય તેવા સ્‍પેશ્‍યલ પ્રકારના બુટ પહેરી પોલિસને ધકકા મારી વિરાટ કોહલી સુધી  પહોંચી ગયેલ ઓસ્‍ટ્રિલિયન નાગરિકના પોલિસને દશ દિવસના બદલે એક  જ દિવસના રિમાન્‍ડ મળતા આ યુવાનના ઇરાદા જાણવા ક્રાઇમ બ્રાન્‍ચ ટીમો ઉંધે માથે થયેલ છે.  

 ભારત પાકિસ્‍તાન જેવા ખૂબ કપરા બંદોબસ્‍તમાં ખૂબ કુનેહપૂર્વક બંદોબસ્‍ત ગોઠવી અમદાવાદ પોલીસે પોલીસ કમિશનર જ્ઞાનેન્‍દ્રસિંહ મલ્લિક, સહિત સિનિયર આઈપીએસનાં માર્ગદર્શન હેઠળ બજાવેલ કામગીરી દેશભરમાં નોંધ લેવાઇ હતી તેવા વાતાવરણ વચ્‍ચે આવી ઘટના ઘટતા પોલીસ દ્વારા રાત દિવસ જે જહેમત ઉઠાવી હતી તેમાં આવી બદનામી મળતા પોલીસ માનસિક રીતે ખૂબ દર્દ અનુભવી રહી છે.                 

 હાલના તબક્કે આ તપાસ બે હિસ્‍સામાં વહેચી દેવામાં આવી છે,ઓસ્‍ટ્રિયન યુવાન વેન જોહનસન અંગેની તપાસ અમદાવાદ ક્રાઇમ બ્રાન્‍ચ વડા નીરજ બડ ગુજ્જર અને ડીસીપી ચૈતન્‍ય માંડલિકના વડપણ હેઠળ ક્રાઇમ બ્રાન્‍ચ ટીમો દ્વારા ચલાવવા સાથે પોલીસની સુરક્ષા ચૂક મુદ્દે સેકટર વડા ચિરાગ કોરડિયાને સીપી જ્ઞાનેન્‍દ્રસિહ મલ્લિક દ્વારા અપાયેલ તપાસના રિપોર્ટ બાદ પગલાઓ ભરાશે.               

તેને સ્‍ટેડિયમમાં દાખલ થતાં સમયે પહેરેલ ટીશર્ટ નીચે બીજું ટીશર્ટ પહેરેલ કે કેમ? તેની પાસે રહેલ ઝંડો તે દાખલ થયો ત્‍યારે નજરે પડ્‍યો નહતો અને ફોટામાં દેખાય છે તે કેવી રીતે બન્‍યું તે તપાસનો વિષય છે.

ફ્રી પેલેસ્‍ટાઇન લખેલ ટી શર્ટ વિગેરે બાદ ખાલિસ્‍તાન ચળવળ ચલાવતા સમર્થકો દ્વારા આ ઘટનાને આવકારી હોવાની બાબતે ચાલતી ચર્ચા અંગે પણ તપાસ ચાલી રહી છે, ભૂતકાળમાં આવા કળત્‍યો બદલ બે વખત સજા પામેલ આ આરોપીના બચાવ માટે રોકાયેલ એડવોકેટ દ્વારા સીસીટીવી કેમેરા તપાસમાં આરોપીની કોઈ જરૂર નથી તેવો જે દલીલ કરેલ છે તે માન્‍ય રાખવામાં આવી છે. અમદાવાદમા  હાઈ લેવલનનો બેઠક પગલે ગાંધીનગરમાં પણ હાઇ લેવલનો બેઠક આ મામલાની સમીક્ષા કરવા સતત ચાલી રહી છે. જેમ ખૂબ તૈયારી, મહાનુભાવોના આગમન વચ્‍ચે મેચનું પરિણામ અપેક્ષા કરતા જુદું આવ્‍યું તેમ આ મામલામાં પણ લોખંડી સુરક્ષા છતાં ચૂક રહી તે પણ યોગાનુયોગ છે.

(4:23 pm IST)