Gujarati News

Gujarati News

News of Saturday, 21st November 2020

અમદાવાદમાં કોરોનાએ આતંક મચાવતા છેલ્લા બે દિવસમાં મનપાએ 1300 બેડનો વધારો કર્યો

SVP માં 300 બેડનો વધારો કરાશે : 108ની 63એમ્બ્યુલન્સ વાન કોરોના માટે ફાળવાઈ : 104 એમ્બ્યુલન્સનો 160 મોબાઈલ વાન કાર્યરત : એડિશનલ ચીફ સેક્રેટરી રાજીવ ગુપ્તા

અમદાવાદમાં કોરોના સંક્રમણ વધતા  મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અલગ-અલગ પ્રકારના પગલાં લેવાઈ રહ્યા છે એડિશનલ ચીફ સેક્રેટરી રાજીવ ગુપ્તા દ્વારા 108 એમ્બ્યુલન્સના કંટ્રોલ રૂમની મુલાકાત લીધી હતી. એડિશનલ ચીફ સેક્રેટરી રાજીવ ગુપ્તા દ્વારા પ્રેસ સંબોધવામાં આવી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે છેલ્લા બે દિવસમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 1300 બેડનો વધારો કરવામાં આવ્યો છે તેમજ આગામી દિવસોમાં SVP માં 300 બેડનો પણ વધારો કરવામાં આવશે. ઉપરાંત તેમને જણાવ્યું હતું કે આગામી દિવસોમાં હજુ વધુ બેડ વધારવામાં આવશે

   આ ઉપરાંત તેમને જણાવ્યું હતું કે હવે 108ની 63એમ્બ્યુલન્સ વાન કોરોના માટે ફાળવવામાં આવી છે, જેને કારણે દર્દીઓને મુશ્કેલીનો સામનો કરવો પડશે નહીં.અત્યાર સુધી અમદાવાદ શહેરમાં કોરોનાના દર્દીઓ માટે 20 એમ્બ્યુલન્સ 108 દ્વારા ફાળવવામાં આવી હતી. ત્યારબાદ 3 દિવસ પહેલા જરૂર જણાતા 20 એમ્બ્યુલન્સ વધારીને 40 એમ્બ્યુલન્સ કરવામાં આવી હતી

હવે તેમાં  વધારો કરવામાં આવ્યો છે અને આજથી 108 ની 63 એમ્બ્યુલન્સ કોરોનાના દર્દીઓ માટે કાર્યરત રહેશે. આ ઉપરાંત ડોર ટુ ડોર ઓ.પી.ડી માટેની 104 મોબાઈલ વાન પણ વધારો કરવામાં આવે છે. આજથી 104 એમ્બ્યુલન્સનો 160 મોબાઈલ વાન કાર્યરત થશે. તેમજ આગામી બે દિવસમાં તેને વધારીને 225 સુધી કરવામાં આવશે. પૂર્વ વિસ્તારના દર્દીઓને કરમસદ હોસ્પિટલ ખાતે એડમીટ કરવામાં આવે છે કરમસદ હોસ્પિટલમાં 100 બેડ વધારવામાં આવ્યા છે.

(8:22 pm IST)