Gujarati News

Gujarati News

News of Saturday, 21st November 2020

વલસાડ એલસીબીએ પારડી તરમાલિયા ગામેથી દારૂ ભરેલી સ્વીફ્ટ પકડી: મહિલા સહીત બે ની ધરપકડ

જિલ્લા એલસીબી,ડીએસપી ડો. રાજદિપસિંહ ઝાલાની સૂચના અને એલસીબી પીઆઇ ડી. ટી. ગામિતના માર્ગદર્શન હેઠળ એએસઆઇ રૂપસિંગ નંદરિયા, પોલિસ કોન્સ્ટેબલ હરદેવસિંહ, રીતેશભાઈ અને મહેન્દ્રભાઈએ રૂ. 67,200નો દારૂ પકડી પાડ્યો

(કાર્તિક બાવીશી દ્વારા)વલસાડ એલસીબીએ બાતમીના પગલે પારડીના તરમાલિયા ગામમાં નાકાબંધી કરી રૂ. 67,200ના દારૂ સાથે એક સ્વીફ્ટ કાર પકડી પાડી હતી. જેની સાથે તેમણે તરમાલિયા ગામના 2ની ધરપકડ કરી હતી. ડીએસપી ડો. રાજદિપસિંહ ઝાલાની સૂચના અને એલસીબી પીઆઇ ડી. ટી. ગામિતના માર્ગદર્શન હેઠળ એએસઆઇ રૂપસિંગ નંદરિયા, પોલિસ કોન્સ્ટેબલ હરદેવસિંહ રણજિતસિંહ, રીતેશ ચીમન અને મહેન્દ્ર જીલુભાએ તરમા3લિયા રાયમણ ફળિયામાં નાકાબંધી હાથ ધરી ત્યાંથી પસાર થતી એક સ્વીફ્ટ કાર નં. GJ15CG6046 ને અટકાવી તેની જડતી લેેતાં તેમાંથી દારૂની 84 બોટલો કિ. રૂ. 67,200ની મળી આવી હતી. જેના પગલે પોલીસે કારમાં સવાર તરમાલિયા ગામના યોગેશ પ્રવિણભાઇ પટેલ અને સીમાબેન યોગેશભાઇ પટેલ  ને પકડી તેમની વિરૂદ્ધ ગુનો દાખલ કર્યો છે.

(7:59 pm IST)