Gujarati News

Gujarati News

News of Saturday, 21st November 2020

અમદાવાદમાં કોરોનાના આતંક સાથે રાજ્યમાં કોરોનાનો વિકરાળ પંજો ફરી વળ્યો : પહેલીવાર 1515 નવા કેસ નોંધાયા : વધુ 9 લોકોના મોત

વધુ 1271 દર્દીઓ સાજા થતા કુલ 178786 લોકોએ કોરોનાને મ્હાત આપી : કુલ કેસનો આંક 1,95,917 થયો : આજે સૌથી વધુ અમદાવાદમાં 373 કેસ, સુરતમાં 262 કેસ, વડોદરામાં 164 કેસ, રાજકોટમાં 137 કેસ, ગાંધીનગરમાં 89 કેસ, બનાસકાંઠામાં 55 કેસ, મહેસાણામાં 53 કેસ, પાટણમાં 51 કેસ, જામનગરમાં 41 કેસ, કચ્છમાં 30 કેસ, અમરેલીમાં 24 કેસ, પંચમહાલમાં 23 કેસ નોંધાયા : રાજ્યમાં હાલ 13,285 એક્ટિવ કેસ : જિલ્લા અને શહેરોની છેલ્લા 24 કલાકની વિગતવાર સૂચિ જોવા અહી ક્લિક કરો

અમદાવાદ : અમદાવાદમાં કોરોના વિસ્ફોટ થયાની સાથે રાજ્યમાં પહેલીવાર 1500થી વધુ પોઝિટિવ કેસ નોંધાતા ફફડાટ ફેલાયો છે દિવાળી પહેલા કોરોના વાયરસ ધીમો પડયો  હતો નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં વધારો થઇ રહ્યો હતો તેવામાં છેલ્લા કેટલાક દિવસોથી અચાનક નવા કેસમાં વધારો થઇ રહ્યો છે ત્યારે આજે રાજ્યમાં કોરોનાંથી વધુ 1515 નવા પોઝિટિવ કેસ નોંધાતા ભારે ચિતાની લાગણી પ્રસરી છે

 રાજ્યમાં આજે પહેલીવાર કોરોનાના નવા 1515 પોઝિટિવ કેસ નોંધાયા છે જયારે વધુ 1271 દર્દીઓ સ્વસ્થ થયા છે રાજ્યમાં કોરોના કેસનો કુલ આંકડો 1,95,917 એ પહોંચ્યો છે જયારે આજે વધુ 1271 દર્દીઓ સાજા થતા અત્યાર સુધીમાં કુલ 1,78,786 દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે આજે રાજ્યમાં 9 લોકોનો કોરોનાએ ભોગ લીધો છે આ સાથે રાજ્યમાં મૃત્યુઆંક વધીને 3846 થયો છે

 રાજ્યમાં હાલ 13285 એક્ટિવ કેસ છે, જ્યારે 95  દર્દી વેન્ટીલેટર પર છે અને 13,190  લોકો  સ્ટેબલ છે.

  રાજ્યમાં આજે અમદાવાદ કોર્પોરેશનમાં 5, સુરત કોર્પોરેશનમાં 2, ગીર સોમનાથમાં 1, રાજકોટ કોર્પોરેશનમાં 1 મળીને કુલ 9 લોકોના  મોત થયા હતા.

   રાજ્યમાં આજે નોંધાયેલા કોરોનાના નવા  1515 કેસમાં સૌથી વધુ અમદાવાદમાં 373 કેસ,સુરતમાં 262 કેસ,વડોદરામાં 164 કેસ, રાજકોટમાં 137 કેસ,ગાંધીનગરમાં 89 કેસ, બનાસકાંઠામાં 55 કેસ, ,મહેસાણામાં 53 કેસ,પાટણમાં 51 કેસ,જામનગરમાં 41 કેસ,કચ્છમાં 30 કેસ,અમરેલીમાં 24 કેસ, પંચમહાલમાં 23 કેસ નોંધાયા છે

 રાજ્યમાં આજે કોરોનાના 70,388 ટેસ્ટ કરાયા છે અત્યાર સુધીમાં કુલ 71,71,445 ટેસ્ટ કરાયા છે રાજ્યમાં સાજા થવાનો દર 91,26  ટકા છે

(7:02 pm IST)