Gujarati News

Gujarati News

News of Saturday, 21st November 2020

વડોદરામાં ઘરખર્ચ બાબતે પતિ-પત્નીનો ઝઘડો થતા દંપતીએ દવા ગટગટાવતા અરેરાટી

વડોદરા: શહેરમાં ઘરખર્ચના પૈસા બાબતે ઝઘડો થતા આવેશમાં આવી ગયેલા પતિએ ફિનાઈલ પી લીધુ હતુ. જ્યારે પત્નીએ મચ્છર મારવારની દવા ગટગટાવી લીધી હતી. બંનેને  સારવાર અર્થે સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

મકરપુરા જશોદા કોલોનીમાં રહેતા કૌશિક હરિભાઈ પાટણવાડિયા (ઉ.વ.૩૬) મકરપુરા જીઆઈડીસીની ખાનગી કંપનીમાં ડ્રાયવર તરીકે નોકરી કરે છે. આજે સવારે ઘરખર્ચના પૈસા બાબતે કૌશિકે અને તેની પત્ની કલ્પના વચ્ચે ઝઘડો થયો હતો. જેથી, આવેશમાં આવી પતિ-પત્નીએ ફિનાઈલ અને ઝેરી દવા પી લીધી હતી. ત્યારબાદ બંનેની તબિયાત લથડતા ૧૦૮ પર કોલ કર્યો હતો. એમ્બ્યુલન્સમાં પતિ-પત્નીને સયાજી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જો કે બંનેની હાલત સુધારા પર છે.

(5:10 pm IST)
  • અયોધ્યા રામ મંદિર નિર્માણ ટ્રસ્ટની મિટિંગ આવતીકાલ રવિવારે દિલ્હીમાં મળશે : એલએન્ડટી, ટાટા કન્સલ્ટન્સી, સોમપુરા કન્સ્ટ્રક્શન તથા દૂરદર્શન સાથેના કરારો અંગે નિર્ણય લેવાશે : ટ્રસ્ટના મહાસચિવ ચંપતરાય ,ટ્રસ્ટી ડો.અનિલ મિશ્ર, વિમલેન્દ્ર મોહન પ્રતાપ મિશ્ર સહિતના અગ્રણીઓ હાજરી આપશે access_time 1:49 pm IST

  • મુંબઈમાં ' કરાંચી સ્વીટ્સ ' નું નામ બદલવા શિવસેનાની માંગણી અંગે ભાજપ અગ્રણી દેવેન્દ્ર ફડણવીસનું મંતવ્ય : અમે ' અખંડ ભારત ' નું સ્વપ્ન સાકાર કરવા માંગીએ છીએ : એક દિવસ એવો આવશે કે કરાંચી પણ ભારતમાં હશે : લવ જેહાદ વિરુદ્ધ કાયદો પસાર કરવાની જવાબદારી સરકારની access_time 12:00 pm IST

  • મથુરાના જંગલમાં આશ્રમ બનાવી રહેતા 3 સાધુઓ પૈકી 2 નું મોત : ત્રીજા સાધુની હાલત ગંભીર : ચા માં ઝેર ભેળવાયું હોવાની શંકા : પોલીસ તપાસ ચાલુ access_time 8:23 pm IST