Gujarati News

Gujarati News

News of Thursday, 21st November 2019

આસારામ,નિત્યાનંદ સહિતના જેવા બાબાના આશ્રમ બંધ નથી કરાવાતા તો જેએનયુ કેમ?: હાર્દિક પટેલ

જો ટેક્સના પૈસાથી વિદ્યાર્થીઓને મફત ના ભણાવવા જોઈએ તો મુખ્યમંત્રીએ 200 કરોડનું વિમાન પણ ના લેવું જોઈએ

 

અમદાવાદ : જેએનયુમાં ફી મુદ્દે ચાલી રહેલા વિરોધના ટેકામાં પાટીદાર નેતા હાર્દિક પટેલે ફેસબુકના માધ્યમથી પોતાની વાત મૂકી.છે હાર્દિક પટેલે વિરોધ સાથે અસહમત લોકોને નિશાન બનાવતાં કહ્યું હતું:'જો તમને એવું લાગે છે કે ટૅક્સના પૈસાથી JNUનાં વિધાર્થીઓને મફતમાં ભણાવવા જોઈએ, તો ગુજરાતના મુખ્યમંત્રીએ રૂ.200 કરોડનું વિમાન પણ લેવું જોઈએ.

 'ગુજરાતના શિક્ષણ અને ગુજરાત મૉડલ અંગે હાર્દિક પટેલે કહ્યું, "ગુજરાત મૉડલના નામે ભાજપ અન્ય રાજ્યોની ચૂંટણીઓ જીતી રહ્યો છે, પણ મૉડલમાં શિક્ષણ ખતમ થઈ ગયું છે અને શિક્ષણનો વેપાર ચાલે છે. તેમણે જેએનયુના વિદ્યાર્થીઓનો પક્ષ લેતાં કહ્યું, "જેએનયુ કોઈ આલતુ-ફાલતુ યુનિવર્સિટી નથી. ત્યાં પ્રવેશ-પરીક્ષા પાસ કરીને વિદ્યાર્થીને પ્રવેશ મળે છે.

આવા ક્ષમતાવાન વિદ્યાર્થીને મફતમાં ભણવાનો અધિકાર હોવો જોઈએ. જો યુવાનોને નહીં ભણાવો તો ટૅક્સના પૈસા રશિયાને આપશો?" સરકાર પરથી નવયુવાનોનો વિશ્વાસ ડગી જશે, તેમની સાથે ઊભા રહેવાની જરૂર છે.

હાર્દિક પટેલે ફેસબુક લાઇવ ઉપરાંત પોતાની વૉલ વિસ્તારપૂર્વક લખ્યું, "અવાજ ઉઠાવવામાં આવી રહ્યો છે કે, જેએનયુ બંધ થઈ જવી જોઈએ.પરંતુ આસારામ, રામરહીમ, રામપાલથી લઈને નિત્યાનંદ જેવા અનેક બાબા અને આશ્રમમાં જાતીય શોષણ થયું છે, તેમ છતાં આશ્રમો બંધ થયા નથી, આવું કેમ?""અનેક મંદિરમાં આજે પણ અત્યાચાર અને ભેદભાવ થાય છે, પરંતુ તે બંધ કેમ થયા? તેમનું દેશહિતમાં કોઈ યોગદાન નથી.

(12:35 am IST)