Gujarati News

Gujarati News

News of Thursday, 21st November 2019

વાંસદામાં ફિલ્ટર પાણીના પ્લાન્ટમાં ગેસ લીકેજ : ૩૦થી વધુ લોકોને ગુંગણામણની અસર : ધારાસભ્ય હોસ્પિટલ પહોંચ્યા

નવસારી જિલ્લાના વાંસદામાં ફિલ્ટર પાણીના પ્લાન્ટમાં ગેસ લીકેજને કારણે ૩૦થી વધુ લોકોને ગુંગણામણની અસર થઈ છે. જેને કારણે ૨૫ જેટલા લોકોને વાંસદા ગ્રામપંચાયતમાં સારવાર માટે ખસેડવામાં આવ્યાં છે. તો ૫ જેટલા લોકોને વાંસદા સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતાં જ ધારાસભ્ય સહિતના લોકોએ અસરગ્રસ્તોની મુલાકાત લીધી હતી.

(10:53 pm IST)