Gujarati News

Gujarati News

News of Thursday, 21st November 2019

હવે બોલવા માત્રથી પંખો ચાલુ-બંધ કરાશે : રિપોર્ટ

વીજળી બચાવતો પંખો લોંચ

અમદાવાદ, તા.૨૧ :  ભારતમાં પંખાનું બજાર અંદાજે રૂ. ૧૦,૦૦૦ કરોડનું છે, તેમાંથી પ્રીમિયમ સીલિંગ પંખાની કેટેગરીનું બજાર રૂ. ૧૫૦૦ કરોડનું છે, જે વાર્ષિક ૨૫ ટકાના દરે વૃદ્ધિ કરે છે એમ આજે અમદાવાદમાં પંખાની દુનિયામાં પરંપરાગત અને જૂની વજનદાર અને મોટી મોટર સહિતના બીબાઢાળ લુકને જાકારો આપી લાઇટવેઇટ, નાની બીએલડીસી મોટરની સાથે સાથે વાઈફાઈ તેમજ મોબાઇલ એપ ઓપરેટેડ, એલેક્સા અને ગૂગલ હોમ નિયંત્રણ જેવા આકર્ષક ફીચર્સથી સજ્જ અને સૌથી મહત્વનું ૬૫ ટકા સુધીની વીજળીની બચત કરતા એટમબર્ગ કંપનીના સ્માર્ટ આઇઓટી પંખાના લોન્ચીંગ પ્રસંગે એટમબર્ગ ટેક્નોલોજીસના સીઓઓ અને સહસ્થાપક સિબાબ્રતા દાસે જણાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે,  એટમબર્ગ ગોરિલ્લા રેનેસા સ્માર્ટ પ્લસ આઈઓટી પંખા ઈન્વર્ટરમાં ૩ ઘણા લાંબા ચાલે છે અને ભારતીય પરિવારોને વાર્ષિક રૂ. ૧,૫૦૦ સુધીની બચત કરવામાં મદદરૂપ થાય છે.

          આ લોન્ચીંગ સાથે ફુલ સ્પીડમાં ૨૮ વોટ પાવરમાં ૬૫ ટકા વીજળી બચાવવા વપરાશકારોને મદદરૂપ થવાનો કંપનીનો આશય છે. બીએલડીસી મોટર ટેક્નોલોજી સાથે એકીકૃત આ પંખા વાઈફાઈ તેમજ એપ ઓપરેટેડ, એલેક્સા અને ગૂગલ હોમ નિયંત્રણ જેવા ફીચર્સથી સજ્જ છે. પ્રીમિયમ પંખાના સેગ્મેન્ટમાં ૧૦ ટકા બજાર હિસ્સો મેળવવાના આશય સાથે એટમબર્ગ ટેકનોલોજીસે છેલ્લા ત્રણ વર્ષમાં વાર્ષિક ૩ ગણી વૃદ્ધિ કરી છે. એટમબર્ગ માટે ગુજરાત વર્ષ ૨૦૧૫માં સ્થાપના સમયથી જ ઘણું જ મહત્વનું બજાર છે. ગુજરાતમાં થાનગઢ-મોરબીના સીરામિક ક્લસ્ટરમાં લગભગ બધા જ સીરામિક ઉદ્યોગોમાં એટમબર્ગના પંખાઓનો ઉપયોગ થાય છે અને ગુજરાતમાં સીરામિક ક્લસ્ટરમાં લગભગ ૭૦ ટકા બજાર હિસ્સો એટમબર્ગ ધરાવે છે. ગુજરાતમાં તેનું રીટેલ વેચાણ પણ વધ્યું છે અને અમદાવાદમાં ૨૦૦થી વધુ રીટેલર્સ એટમબર્ગના પંખાઓનું વેચાણ કરે છે.

           એટમબર્ગ માટે આ સૌથી ઝડપથી વિકસતા બજારોમાંનું એક છે. અમદાવાદના બજારમાં બીએલડીસી સંચાલિત સ્માર્ટ પંખા લોન્ચ કરવાની જાહેરાત સાથે કંપનીએ સુરત, વડોદરા અને રાજકોટમાં પણ રીટેલ વેચાણ કામગીરી શરૂ કરીને ગુજરાતમાં તેનો બજાર હિસ્સો વધારવાનો પ્રવાસ શરૂ કર્યો છે. કંપનીના ઓનલાઈન વેચાણના ૧૦ ટકા હિસ્સો અમદાવાદ અને ગુજરાતના અન્ય શહેરોનો છે, જે ગુજરાતમાં મજબૂત ઉત્પાદન-બજાર દર્શાવે છે. એટમબર્ગ ટેક્નોલોજીસના સીઓઓ અને સહસ્થાપક સિબાબ્રતા દાસે ઉમેર્યુ કે, એટમબર્ગ માટે આવકની દૃષ્ટિએ ગુજરાત બીજા ક્રમનું સૌથી મોટું બજાર છે અને અમારા વૃદ્ધિ અને વિસ્તરણ માટે વિશેષ સ્થાન ધરાવે છે. ગુજરાતના પરિવારો નવા યુગની અત્યાધુનિક ટેક્નોલોજી અંગે વધુ ને વધુ ઉત્સાહિ છે અને અમને આ વૃદ્ધિ અને સ્વીકૃતિના ચાલકબળોમાંથી એક બનવાનો ઘણો જ આનંદ છે. કંપની હાલમાં ભારતના ૪૦થી વધુ શહેરોમાં કાર્યરત છે.

(9:31 pm IST)