Gujarati News

Gujarati News

News of Thursday, 21st November 2019

એમેઝોન અને ફિલપ કાર્ટ જેવી ઢગલાબંધ ઓનલાઇન શોપીંગના કારણે અમારે ભારે નુકશાનઃ સુરતમાં રિટેલર વેપારીઓ દ્વારા ધરણા

સુરતઃ ડિજીટલાઇઝેશનના સમયમાં એમેઝોન અને ફિલપકાર્ટ જેવી ઢગલાબંધ ઓનલાઇન શોપીંગ એપ્લીકેશન માર્કેટમાં અવેલેબેલ છે. આ એપના કારણે નાના વેપારીઓને નુકશાન ભોગવવું પડી રહયું છે. જેને કારણે સુરતના રીટેલર વેપારીઓ દ્વારા ગાંધી બાગ ચોક બજાર ખાતે ન્યાયની માંગણી સાથે ધરણા કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. અગાઉ પણ વેપારીઓ દ્વારા કેન્દ્ર સરકારને રજુઆત કરવામાં આવી હતી કે એમેઝોન અને ફિલપકાર્ટને કારણે મોટે ભાગના નાના વેપારીઓને હાલાકી ભોગવવી પડી રહી છે.

       કેટલાય વેપારીઓની આવકમાં મોટો ઘટાડો થયો છે તો કેટલાક બેરોજગાર થયા છે. આ પ્રકારની પરિસ્થિતિ અગાઉ પણ સર્જાઇ ચુકી છે. પરંતુ આ અંગે કોઇ પગલા લેવામાં નથી આવ્યા. જેથી સુરતના નાના વેપારીઓ દ્વારા ગાંધી બાગ ચક બજાર ખાતે ધરણા કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો અને તેમના દ્વારા ન્યાયની માંગણી કરવામાં આવી હતી. જો આ અંગે હવે કોઇ સખત પગલા લેવામાં નહી આવે તો તેમણે મોટા પાયે ધરણા પર ઉતરવાની ચીમકી પણ આપી હતી.

(6:22 pm IST)