Gujarati News

Gujarati News

News of Thursday, 21st November 2019

ખંભાતના મેતપુર ગામે ગર્ભવતી પરિણીતાએ સાસરિયાના ત્રાસથી કંટાળી ફાંસો ખાઈ જીવન ટુંકાવતા અરેરાટી મચી જવા પામી

ખંભાત: તાલુકાના મેતપુર ગામે રહેતી એક ગર્ભવતી પરિણીતો ગઈકાલે રાત્રીના સુમારે પતિ, સાસુ અને સસરાના અસહ્ય ત્રાસથી નાશીપાશ થઈ જઈને ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લેતાં ચકચાર મચી જવા પામી છે. અંગે ખંભાત શહેર પોલીસે ત્રણેય વિરૂદ્ઘ આપઘાત કરવાના દુષ્પ્રેરણનો ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર મેતપુર ગામે રહેતા વિનોદભાઈ મોહનભાઈ રાઠોડની પુત્રી નીતાબેન (. . ૩૪)ના લગ્ન દોઢેક વર્ષ પહેલાં વડોદરા નીઝામપુરાની આરાધના સોસાયટીમાં રહેતા જીતેશભાઈ શશીકાન્તભાઈ સોલંકી સાથે જ્ઞાતિના રીતરીવાજ મુજબ થયા હતા. નીતાબેન છેલ્લા બારેક વર્ષથી તલાટી કમ મંત્રી તરીકે પહેલા રાજપીપળા અને એક વર્ષથી આંકલાવ તાલુકાના ચમારા ગામે તલાટી કમ મંત્રી તરીકે ફરજ બજાવે છે. લગ્નના મહિના બાદથી પતિ જીતેશભાઈ, સાસુ કોકિલાબેન અને સસરા શશીકાન્તભાઈ દ્વારા ઘરકામ બાબતે, નોકરી અર્થે બહાર જવાનું થતુ હોય જેથી નોકરી છોડી દેવા બાબતે તેમજ પિયર પક્ષના માણસો આવે નહીં તે માટે વારંવાર ઝઘડાઓ કરીને શારીરિક તેમજ માનસિક ત્રાસ ગુજારવાનો ચાલુ કરી દીધો હતો. જેથી નીતાબેન રીસાઈને પિયર આવી ગઈ હતી. પરંતુ દીકરીનો ઘરસંસાર ના બગડે તે માટે તેણીને સમજાવીને પરત સાસરે મોકલવામાં આવી હતી. સાસરીમાં ગયેલી પરિણીતા પર ફરીથી ત્રાસ ગુજારવાનો ચાલુ કરી દીધો હતો. દરમિયાણ તેણી ગર્ભવતી થતાં ચારેક મહિનાથી તે પીયર મેતપુર આવી ગઈ હતી.

(5:29 pm IST)