Gujarati News

Gujarati News

News of Thursday, 21st November 2019

ખેડા તેમજ માતરમાં ધમધમતા જુગારધામ પર પોલીસના દરોડા: 13 શકુનિઓને રંગે હાથે ધરપકડ કરવામાં આવી

તાલુકા: મથક ખેડા તેમજ માતર તાલુકાના સોખડામાં ચાલતાં જુગારધામ પર પોલીસની ટીમે ગતરોજ દરોડા પાડીને કુલ ૧૩ ઈસમોને રંગેહાથે ઝડપી પાડી રૂા.,૮૪,૭૫૦ નો મુદ્દામાલ કબજે લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

અંગે મળતી માહિતી મુજબ માતર તાલુકાના સોખડામાં આવેલ ભાઠા સીમ વિસ્તારમાં રહેતો અશોકભાઈ મગનભાઈ પરમાર નામનો ઈસમ બહારથી માણસો બોલાવી પોતાના ગીલોડીવાળા ખેતરમાં જુગારધામ ચલાવતો હોવા અંગેની માહિતી ખેડા જિલ્લા એલસીબી પોલીસને મળી હતી. જેથી પોલીસની ટીમે ગતરોજ સાંજના સમયે દરોડો પાડ્યો હતો.

(5:26 pm IST)