Gujarati News

Gujarati News

News of Thursday, 21st November 2019

ખેડા જિલ્લામાં મારામારીના જુદા-જુદા ત્રણ બનાવોમાં પાંચ વ્યક્તિને ગંભીર રીતે ઇજા પહોંચતા સારવાર અર્થે ખસેડાયા

ખેડા: જિલ્લામાં અલવા,ખેડા તેમજ રોઝવા ગામે બનેલા મારામારીના જુદા-જુદા ત્રણ બનાવોમાં કુલ પાંચ વ્યક્તિઓને ઈજા પહોંચી હતી. અંગે પોલીસે ફરિયાદ લઈ કુલ સાત વ્યક્તિઓ સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

અંગે મળતી માહિતી મુજબ કપડવંજ તાલુકાના શામળીયા તાબે અલવા ગામમાં રહેતાં સુમિત્રાબેન રાવજીભાઈ રાઠોડ ગતરોજ સવારના સમયે પોતાના ઘર આગળ બાંધેલા પશુઓને ધાસચારો નાખતાં હતાં. તે વખતે તેમના કુટુંબી અને ફળીયામાં રહેતાં સંગીતાબેન દિલીપભાઈ રાઠોડ એકાએક સુમિત્રાબેનના ઘર આગળ આવી ગમેતેમ ગાળો બોલવા લાગ્યાં હતાં. અને તમે અમારા ખેતરમાંથી આંબલીના ઝાડના ડાળખા કેમ કાપી લાવ્યાં તેમ કહી ઝઘડો કર્યો હતો. ઝઘડો ઉગ્ર બનતાં ઉશ્કેરાઈ ગયેલા સંગીતાબેને લાકડી વડે હુમલો કરી સુમિત્રાબેનને ઈજા પહોંચાડી જાનથી મારી નાંખવાની ધમકીઓ આપી હતી.

(5:26 pm IST)