Gujarati News

Gujarati News

News of Thursday, 21st November 2019

સુરત: અડાજણ પોલીસે 6પાનના ગલ્લા પર દરોડા પાડી સગીર વયના માસૂમોને નશાકારક તમાકુની બનાવટના વેચાણ કરતા રંગે હાથે ઝડપ્યા

 સુરત:શહેરના અડાજણના જુદા-જુદા વિસ્તારમાં અડાજણ પોલીસ અને PCB પાનના ગલ્લા પર દરોડા પાડી સગીર વયના માસુમોને નશાકારક તમાકુની બનાવટો વેચાણ કરતા રંગેહાથ ઝડપી પાડી તેમના વિરૂધ્ધ કાયદેસરના પગલા ભર્યા છે

જે પૈકી એક પાનના ગલ્લા પરથી ડુપ્લીકેટ ગોલ્ડ ફલેક સિગારેટ વેચાણ થતી હોવાનું પણ જાણવા મળ્યું હતું. આજના બાળકો દેશનું ભાવિ ગણાય છે. જેથી સરકાર અને કેટલીક એનજીઓ દ્વારા દેશનું ભાવિ ઉજ્જવળ થાય તે હેતુથી સગીરોને નશાકાર બનાવટ વેચાણ કરવા ઉપર પ્રતિબંધ મુક્યો છે. પરંતુ માત્રને માત્ર પોતાના આર્થિક લાભ ખાતર કેટલાક પાનના ગલ્લા માલિકો સગીરોને બેરોકટોક તમાકુની બનાવટો વેચાણ કરવામાં આવી રહી છે

(5:24 pm IST)