Gujarati News

Gujarati News

News of Thursday, 21st November 2019

સુરતના ઘોડદોડ રોડ પર શ્રમજીવી મહિલાને ફોન કરી બેન્કની માહિતી મેળવી ભેજાબાજે ખાતામાંથી 10હજાર સેરવી લેતા ગુનો દાખલ

સુરત:ઘોડદોડ રોડ પર આવેલી યુનિયન બેંકમાં ખાતું ધરાવતી વરિયાવી બજારની શ્રમજીવી મહિલાને ફોન કરી એપ્લીકેશન ડાઉનલોડ કરવાનું કહી ખાતામાંથી રૃા. 10 હજારની મત્તા ટ્રાન્સફર કરી લેનાર બે ભેજાબાજનો ઉમરા પોલીસે ટ્રાન્સફર વોરંટથી કબ્જો મેળવી પુછપરછ હાથ ધરી છે.

ચોકબજાર મુગલીસરા રોડના વરીયાવી બજાર વિસ્તારના મદારી વાડમાં રહેતી શ્રમજીવી મહિલા સંગીતાબેન મહેશભાઈ રાઠોડ ઘોડદોડ રોડ પર યુનિયન બેંકમાં ખાતું ધરાવે છે. દોઢ મહિના અગાઉ અજાણ્યા યુવાને સંગીતાના મોબાઈલ પર ફોન કરીને એક એપ્લીકેશન ડાઉનલોડ કરવાનું કહ્યું હતું. જેથી સંગીતાએ એપ્લીકેશન ડાઉનલોડ કરતાની સાથે ગણતરીની મિનીટોમાં બેંક ખાતામાંથી રૃા. 10 હજાર ઉપડી ગયા હતા. પોતાની જાણ બહાર બેંક ખાતામાંથી પૈસા ઉપડી જતા સંગીતાએ અંગે ઉમરા પોલીસને જાણ કરી હતી. માત્ર એપ્લીકેશન ડાઉનલોડ કરવાનું કહી પૈસા ઉપાડી લેવાની નવી તરકીબ સામે આવતા પોલીસ પણ ચોંકી ગઇ હતી. ઘટના અંગે ઉમરા પોલીસે ગત તા. 4 સપ્ટેમ્બરના રોજ ફરિયાદ નોંધી તપાસ શરૃ કરી હતી. દરમ્યાનમાં સંગીતાના બેંક ખાતામાંથી માત્ર એપ્લીકેશન ડાઉનલોડ કરાવી પૈસા ઉપાડી લેનાર બે ભેજાબાદ વિનોદકુમાર દાસ સુરેશ ભીખાન (મૂળ રહે. ઘાઘરા, પોસ્ટ-ઓઝાડીહ, થાના, સહારઠજી દેવઘર, ઝારખંડ) અને દિનેશકુમાર સીતારામ ભુચુ (રહે. મીસારના પો.સ્?. સાપતા, થાના મધુપુર જી. દેવઘર, ઝારખંડ) ને પાટણ જિલ્લાના વારાહી પોલીસના હાથે ઝડપાય ગયા હતા. જેમનો ઉમરા પોલીસે ટ્રાન્સફર વોરંટથી કબ્જો મેળવી પુછપરછ હાથ ધરી છે.

(5:21 pm IST)