Gujarati News

Gujarati News

News of Thursday, 21st November 2019

સુરત: લગ્ન પ્રસંગ દરમ્યાન નાચતી વેળાએ થયેલ ઝઘડાએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું: યુવાન પર ચપ્પુના ઘા જીકી હુમલો કરનાર ત્રણ આરોપીની ધરપકડ

સુરત:ઉગત પાણીની ટાંકી નજીક સાઇન એન્ડ સવસ ઝુપડપટ્ટીમાં મિત્રની બહેનના લગ્નમાં ડી.જે ના તાલે નાચતી વેળા ધક્કો લાગવાની સામાન્ય બાબતની તકરારમાં યુવાનને ચપ્પુ ઘા ઝીંકી રહેંસી નાંખનાર ચાર પૈકીના ત્રણ હત્યારા મિત્રોની રાંદેર પોલીસે ધરપકડ કરી પુછપરછ હાથ ધરી છે.

ઉગત પાણીની ટાંકી નજીક એસએમસી આવાસમાં રહેતો વિજય શ્રાવણ બંદુબરકર અને તેનો ભાઇ રવિ ઉર્ફે અખની ગત રોજ વિજય સોની, અજય ગજાનંદ કલ્લે, પ્રવિણ પરસે સહિત અન્ય મિત્રો સાથે ઘર નજીક આવેલી સાઇન એન્ડ સવસ ઝુંપડપટ્ટીમાં રહેતા મિત્ર આકાશ ભોજવાલાની બહેનના લગ્નમાં ગયા હતા. જયાં ડી. જે તાલે ડાન્સ કરતી વેળા વિજયનો ધક્કો વિજય ઉર્ફે  ભલો રમણ ગણાવાને લાગ્યો હતો. જેથી ભલાએ ધક્કો કેમ મારે છે એમ કહી વિજય સાથે ઝઘડો કર્યો હતો. ત્યાર બાદ ભલો અને તેના અન્ય ત્રણ મિત્રોએ ચપ્પુના ઘા ઝીંકી વિજયને રહેંસી નાંખ્યો હતો. વિજયને બચાવવાનો પ્રયાસ કરનાર તેના મોટા ભાઇ રવિ ઉર્ફે અખનીને પણ ચપ્પુ વડે ઇજા પહોંચાડી હતી.

(5:21 pm IST)