Gujarati News

Gujarati News

News of Thursday, 21st November 2019

વડોદરા: ઉદલપુર-સાવલી રોડ પર પોલીસે આઇશર ટેમ્પાનો પીછો કરી ટેમ્પામાં બનાવેલ ચોરખાનામાંથી દારૂના જથ્થા સાથે બે શખ્સોની ધરપકડ કરી: અન્ય ત્રણની શોધખોળ શરૂ

વડોદરા:ઉદલપુર-સાવલી રોડ પર એક આઇશર ટેમ્પાનો પીછો કરી પોલીસે સાવલી પોલીસ સ્ટેશનની હદમાંથી ટેમ્પામાં બનાવેલા ચોરખાનામા છુપાવેલો દારૃનો મોટો જથ્થો ઝડપી પાડી ડ્રાઇવર સહિત બે વ્યક્તિની ધરપકડ કરી છે જ્યારે અન્ય ત્રણની શોધખોળ હાથ ધરવામાં આવી છે.

અંગેની વિગત એવી છે કે દાહોદ જિલ્લાના મધનીસર ખાતેથી કથ્થઇ રંગના એક આઇશર ટેમ્પામાં દારૃનો જથ્થો ભરાવીને ટેમ્પો રવાના થયો છે તેમજ તે ઉદલપુરથી સાવલી જવાનો છે તેવી બાતમીના આધારે સ્ટેટ વિજિલન્સની ટીમે વોચ ગોઠવી હતી. આજે સવારે બાતમી મુજબનો ટેમ્પો રોડ પરથી પસાર થતાં તેને ઉભો રાખવાનો ઇશારો કરતા  ચાલકે ટેમ્પો રોકવાના બદલે ભગાવ્યો હતો જેથી પોલીસે પણ ટેમ્પાનો પીછો કરી તેને પ્રથમપુરા ગામની સીમમાં ફ્રેન્ડસ રેસ્ટોરન્ટ પાસે ઝડપી પાડયો  હતો.

(5:19 pm IST)