Gujarati News

Gujarati News

News of Thursday, 21st November 2019

દાહોદના સુખસરમાં ડુપ્લીકેટ ડ્રાયવિંગ લાયસન્સ બનાવવાનું કૌભાંડ ઝડપાયું

ફતેપુરા તાલુકાના જુદાજુદા ગામોના 33 નકલી લાયસન્સ સાથે એક આરોપીની ધરપકડ

દાહોદના સુખસરમાં ડુપ્લીકેટ ડ્રાયવિંગ લાયસન્સ બનાવવાનું કૌભાંડ ઝડપાયું છે. એલસીબી, આરઆર સેલ અને એસઓજીની સંયુક્ત ટીમે ઓપરેશન હાથ ધરીને 33 ડુપ્લીકેટ લાયસન્સ જપ્ત કરીને એક આરોપીની ધરપકડ કરી છે.

   પેટ્રોલિંગ દરમિયાન બાતમીને આધારે વોચ ગોઠવી હતી. દરમિયાન એક શખ્સ લખણપુર જવાની ચોકડી પાસે નકલી ડ્રાઈવિંગ લાયસન્સનો જ્થ્થો કોઈને આપવા આવી રહ્યો હતો ત્યારે તેને ઝડપી લીધો. હતો તેની પાસે ફતેપુરા તાલુકાના જુદાજુદા ગામોના કુલ ૩૩ ડુપ્લીકેટ ડ્રાઇવીંગ લાયસન્સો તથા 9 આધાર કાર્ડ, , પીળા કલરનું કવર, ખાખી કલરની સ્કૂલ બેગ તેમજ એક મોબાઇલ ફોન પોલીસે કબજે કરીને સમગ્ર કૌભાંડ મામલે તપાસ હાથ ધરી છે.

   આરોપી લોકોને વિશ્વાસમાં લઈ ડ્રાઈવિંગ લાયસન્સના દોઢ હજાર વસૂલ કરતો હતો. ડ્રાઇવીંગ લાઈસન્સ બનાવવાના પૈસા ગાંધીનગર ખાતેથી બેન્ક મારફતે ઉતરપ્રદેશ ખાતે રહેતા આરોપીના સેન્ટ્રલ બેન્ક ખાતામાં મોકલી આપતા હતા.

(12:09 am IST)