Gujarati News

Gujarati News

News of Thursday, 21st November 2019

રાજ્ય સરકારે જાહેર કરેલા 7૦૦ કરોડના પેકેજમાં વધારો કરાશે : કૃષિમંત્રી આર. સી. ફળદુની જાહેરાત

કૃષિ વિભાગના અહેવાલના આધારે હવે 7૦૦ કરોડથી વધુનું નુકસાન થયું

ગાંધીનગર: કૃષિમંત્રી આર સી ફળદુના અધ્યક્ષ સ્થાને મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી  મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના આદેશના પગલે બેઠક મળી હતી. જેમાં કમોસમી વરસાદના સર્વેની કામગીરીની સમીક્ષા થઈ હતી. ઉપરાંત વીમા કંપનીના સર્વેની કામગીરી તથા મગફળીના ટેકાના ભાવે ખરીદીની પ્રક્રિયાની પણ સમીક્ષા હાથ ધરાઈ હતી.

  ખેડૂતોને આપવામાં આવનારા રાહત પેકેજ અંગે બેઠક બાદ રાજ્ય કૃષિમંત્રીએ મહત્વનું નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું કે કૃષિ વિભાગના અહેવાલના આધારે હવે 7૦૦ કરોડથી વધુનું નુકસાન થયું હોય એવું જાણવા મળે છે. રાજ્ય સરકારે જાહેર કરેલા 7૦૦ કરોડના પેકેજમાં વધારો કરવામાં આવશે કારણ કે નુકસાન વધુ હોવાનો કૃષિ વિભાગનો અહેવાલ છે.

  તેમના જણાવ્યાં મુજબ દિવાળી બાદ કમોસમી વરસાદના ઘણા વિસ્તારોમાં કરા પડવાના કારણે પાકને નુકસાન થયું છે. કેબિનેટની બેઠકમાં મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી સમક્ષ વિભાગ દ્વારા સર્વેનો અહેવાલ રજૂ કરાયો છે.ગુજરાતના 20 લાખ હેક્ટરથી વધુ વિસ્તારમાં દિવાળી પછીના કમોસમી વરસાદને કારણે અલગ અલગ પાકોને નુકસાન થયું છે. અધિકારીઓને સૂચના આપવામાં આવી છે

  અંગે તાત્કાલિક સહાયતા માટે નો અહેવાલ ચોકસાઈ પૂર્વક તૈયાર કરવામાં આવે. આર સી ફળદુએ મહત્વનું નિવેદન આપતા કહ્યું કે કૃષિ વિભાગના અહેવાલના આધારે હવે 7૦૦ કરોડથી વધુનું નુકસાન થયું હોય એવું જાણવા મળે છે. રાજ્ય સરકારે જાહેર કરેલા 7૦૦ કરોડના પેકેજમાં વધારો કરવામાં આવશે. નુકસાનગ્રસ્ત વિસ્તારના ખેડૂતોને બાકાત રાખવામાં આવે.

કોંગ્રેસના ધારાસભ્યોએ ઉત્તર ગુજરાતને બાકાત રાખ્યો એવા આક્ષેપ પર કૃષિમંત્રીએ જવાબ આપતા કહ્યું કે 'ઉત્તર ગુજરાત હોય દક્ષિણ ગુજરાત હોય કે સૌરાષ્ટ્ર હોય... જેને પણ નુકસાન થયુ હશે તમામ ખેડૂતોને રાજ્ય સરકાર દ્વારા સહાય આપવામાં આવશે.'

(8:49 am IST)