Gujarati News

Gujarati News

News of Wednesday, 21st November 2018

અમદાવાદઃના ખોખરા વિસ્તારના રાધે મોલમાં ભીષણ આગ ભભૂકી :ત્રણ-ચાર દુકાનો ઝપેટમાં

માલ,સમાન,બોર્ડ બેનરો બળીને ખાખ :ફાયર બ્રિગેડની સાત ગાડીઓ પહોંચી

 

અમદાવાદ: શહેરના ખોખરા વિસ્તારમાં આવેલ રાધે મોલના કોમ્પલેક્ષમાં એકાએક વિકરાળ આગ લાગી હતી.કોમ્પલેક્ષમાં આવેલી હોટેલમાં આગ લાગી હતી બાદ તાત્કાલિક ફાયરવિભાગને જાણ કરાતા ફાયરની 7 ગાડીઓ ઘટના સ્થળે પહોચી હતી. આગ પર કાબુ મેળવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.ત્યારે હવે આ ત્રણ માળના રાધે મોલમાં લાગેલી આગ કાબૂમાં આવી છે. ફાયર બ્રિગેટની ટીમે આગ પર કાબૂ મેળવ્યો છે. જો કે, મોલમાં રહેલી 3થી 4 દુકાનો આગની ઝપેટમાં આવી ગઇ હતી. કેટલીક દુકાનોના માલ, સામાન, બોર્ડ અને બેનરો જેવી વસ્તુઓ બળીને ખાક થઇ ગઇ છે.

(12:26 am IST)