Gujarati News

Gujarati News

News of Wednesday, 21st November 2018

નર્મદા નદી સુકીભઠ :મઢીઘાટ અને શુક્લતીર્થ વચ્ચે હોડી સેવા બંધ

કારતકી પુર્ણિમાના ભાતીગળ મેળાનો લાભ લેવા 36 કી,મી,નો ફેરો વધ્યો

ભરૂચ તાલુકાના શુકલતીર્થ ગામમાં કારતકી પુર્ણિમાના ભાતીગળ મેળાનો પ્રારંભ થઇ ગયો છે પણ આ વર્ષે નર્મદામાં પાણીનું સ્તર ઓછું હોવાને કારણે આદિવાસી લોકો સહિતના મુલાકાતીઓની સંખ્યામાં ઘટાડો થયો છે.

  બીજીતરફ આ અગાઉ ઝઘડીયા, વાલીયા, નેત્રંગ, સાગબારા, દેડીયાપાડા સહિતના તાલુકાના આદિવાસી સમાજના લોકો શુકલતીર્થના મેળામાં મ્હાલવા માટે નાવડીમાં આવતાં હતાં.ત્યારે હાલમાં નર્મદા નદી સુકીભઠ બનતાં મઢીઘાટ અને શુકલતીર્થ વચ્ચે ચાલતી હોડી સેવા લગભગ બંધ થઇ ચુકી છે. જેના કારણે 36 કિમીનો ફેરો વધ્યો છે.

(11:09 pm IST)