Gujarati News

Gujarati News

News of Wednesday, 21st November 2018

અંકલેશ્વરની વાલિયા ચોકડી નજીક પાર્કિંગમાંથી મોપેડમાંથી 94 હજારની ચોરી :CCTV ફૂટેજના આધારે પોલીસ તપાસ

ડી.સી.બી.બેંકમાં ફરજ બજાવતા સુખમીત પાલએ એકટીવા અનમોલ પ્લાઝાનાં પાર્કિંગમાં પાર્ક કરી હતી

અંકલેશ્વરની વાલિયા ચોકડી નજીક અનમોલ પ્લાઝાના પાર્કિંગમાં પાર્ક કરેલા મોપેડમાંથી રૂપિયા ૯૪ હજારની ચોરી કરી તસ્કરો ફરાર થઇ ગયા હતા. આ ચોરી કરતા બે ઇસમો સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગયા હતા. પોલીસે સીસીટીવી ફૂટેજનાં આધારે તપાસ હાથ ધરી છે.

પોલીસ સુત્રીય માહિતી અનુસાર અંકલેશ્વરની રાજપીપળા ચોકડી નજીક આવેલી સુંદર રેસીડન્સીમાં રહેતા અને ડી.સી.બી.બેંકમાં ફરજ બજાવતા સુખમીત પાલ તેમની એકટીવા મોપેડ વાલિયા ચોકડી નજીક આવેલ અનમોલ પ્લાઝાનાં પાર્કિંગમાં પાર્ક કરી હતી. બાદમાં તેઓ કામ અર્થે બેન્કમાં ગયા હતા. આ દરમ્યાન બે ઇસમો તેમના મોપેડમાં રહેલા રૂપિયા ૯૪ હજારની ચોરી કરી ફરાર થઇ ગયા હતા.

આ સમગ્ર ઘટના નજીકમાં લગાવાયેલ સીસીટીવી કેમેરામાં કેદથઈ ગઈ હતી. જેમાં ચોરી કરતા તસ્કરો કેદ થયા હતા. શહેર પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે ગુન્હો નોંધી ફરાર આરોપીઓની ધરપકડનાં ચક્રોગતિમાન કર્યા છે.

(10:33 pm IST)