Gujarati News

Gujarati News

News of Wednesday, 21st November 2018

સુરતના યુવકે 25 ઉંઘની ગોળીઓ ખાધી અને પછી ગળેફાંસો છતા મૃત્યુ નજીક પણ ન ફરક્યું

યુવતી સાથે લગ્ન કરવાની પરિવારજનોએ ના પાડતી પગલું ભર્યુ

સુરતના ઉન વિસ્તારમાં 25 વર્ષીય ફસાઉદ્દીન મોહમદ્દ ઇદ્રીશ ટેલર નામના યુવકે આપઘાતનો પ્રયાસ કર્યો હતો આ યુવકે ભેસ્તાન ગાર્ડન નજીક 25 જેટલી ઉંઘની ગોળી ખાઇને ટીશર્ટ વડે ફાંસો ખાઇને આત્મહત્યાનો પ્રયાસો કર્યો હતો જો કે તે નિષફળ નીવડ્યા હતા અને મૃત્યુ અનજીક નહોતો ફરક્યું યુવકને સિવિલ હોસ્પટિલ ખસેડાયો હતો. તપાસ કરતા યુવકના ખિસ્સામાંથી એક સ્યુસાઇડ નોટ મળી આવી હતી. જેમાં પોતાની સાથે કામ કરતી યુવતી સાથે લગ્ન કરવાની પરિવારજનોએ ના પાડતી તેણે આ રીતે પગલું ભર્યુ હોવાનું સામે આવ્યુ છે. તબીબોના મતે હાલમાં યુવક ભાનમાં છે અને તેની તબિયતમાં સુધારો થઇ રહ્યો છે.

(9:27 pm IST)