Gujarati News

Gujarati News

News of Wednesday, 21st November 2018

અમદાવાદમાં ઈદ એ મિલાદની ધામધૂમથી ઉજવણી

ઠેર ઠેર વાહનો ભરીને ઉત્સાહભેર ઉત્સવમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો ઉમટ્યા

અમદાવાદ :દેશભરમાં મુસ્લિમ બિરાદરો દ્વારા ઈદ એ મિલાદ ઉન નબીની ઉજવણી કરવામાં આવી હતી મુસ્લિમો આ તહેવાર પૈગંબર હઝરત મોહમ્મદ સાહેબના જન્મની ખુશીમાં મનાવે છે.

   અમદાવાદ શહેરમાં મુસ્લિમ બિરાદરોએ ઈદ એ  મિલાદની ભારે ઉત્સાહ થી ઉજવણી કરી હતી. ઠેરઠેરથી વાહનો ભરીને ઉત્સવના ઉત્સાહમાં શહેર મધ્યે મોટી સંખ્યામાં મુસ્લિમ લોકો ઉમટી પડ્યા હતાં.

 શહેરના મુસ્લિમ બિરાદરોએ વાએઝ, ન્યાઝ, જેવા અનેક કાર્યક્રમો યોજી પયગંબર સાહેબને યાદ કર્યા હતાં અમદાવાદ શહેરના મધ્યે મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો ઉમટી પડતા કોટ વિસ્તાર તરફ જતા માર્ગોને ટ્રાફિક વ્યવસ્થાના ભાગ રુપે બંધ કરાયા હતાં.

(9:04 pm IST)