Gujarati News

Gujarati News

News of Wednesday, 21st November 2018

ખેડામાં અકસ્માતના જુદા-જુદા ચાર બનાવ: 2મોતને ભેટ્યા: 5ને ગંભીર ઇજા

ખેડા: જિલ્લામાં નેશનલ હાઈવે, એક્સપ્રેસ-વે, હલધરવાસ ચોકડી તેમજ નડિયાદ પશ્ચિમમાં સર્જાયેલા અકસ્માતોમાં બેના મોત થયા હતા જ્યારે પાંચને ઈજાઓ થતાં તેઓેને સારવાર માટે દવાખાને લઈ જવામાં આવ્યા હતા. આ અંગે જ ેતે પોલીસે ગુનાઓ દાખલ કરીને કાર્યવાહી હાથ ઘરી છે. 

અમદાવાદ જિલ્લાના ધોળકામાં રહેતા કનુભાઈ આત્મારામભાઈ ગઈકાલે ટ્રક નં. જીજે ૧ એફટી ૬૩૮૫ લઈ ધોળકાથી સુરત જઈ રહ્યા હતા. આ ટ્રક નેશનલ હાઈવે નં. ૮ પરથી પસાર થતી હતી ત્યારે ગુતાલ નજીક ટ્રકની કેબીનમાં બેઠેલ ક્લીનર કનૈયા ઉર્ફે કનુભાઈ ભઈજીભાઈ પટેલ (ઉંમર ૪૨ વર્ષ)ને ઝોંકુ આવતા ચાલુ ટ્રકમાંથી રોડ ઉપર ફંગોળાઈ ગયો હતો. જેથી ટ્રકના ક્લીનરનું શરીર ઉપર ગંભીર ઈજા થતા ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. 

બીજો બનાવ અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે ઉપર સર્જાયો હતો. જેમાં પૂરઝડપે પસાર થતી મારૂતી કાર નં. જીજે ૨૧ એએચ ૬૫૨૭એ મરીડા સીમ નજીક રોડ ઉપર ઊભી રહેલ પીકઅપ ગાડી નં. જીજે ૧૨ એક્સ ૫૬૧૦ સાથે મારૂતી અથડાવતા રોડની સાઈડમાં ઊભા રહેલ દેવેન્દ્રભાઈ બાલુભાઈ પટેલ (ઉંમર ૩૦ વર્ષ)નું ગંભીર ઈજા થતા મોત નિપજ્યું હતું. જ્યારે યોગેશભાઈ પોપટભાઈ રાવલને સામાન્ય ઈજા થઈ હતી. જોકે આ બનાવ અંગે નડિયાદ રૂરલ પોલીસમાં કોઈ ફરિયાદ નોંધાઈ નથી. અકસ્માતનો ત્રીજો બનાવ નડિયાદ પશ્ચિમમાં સર્જાયો હતો. જેમાં નડિયાદ ઈન્દિરાનગરી રોહિતવાસમાં રહેતા કાંતિભાઈ મણીભાઈ ચૌહાણને દીકરો ચાલતો જઈ રહ્યો હતો ત્યારે પૂરઝડપે આવેલ મોટર સાયકલ નં. જીજે ૦૭ સીપી ૧૫૩૮ એ ટક્કર મારતા યુવકને ઈજા થઈ હતી. આ અકસ્માત સર્જી બાઈક ચાલક ફરાર થઈ ગયો હતો. અકસ્માતના ચોથા બનાવની વિગત એવી છે કે કઠલાલ તાલુકાના જૂની અરાલમાં રહેતા મહેશભાઈ શનાભાઈ ડાભી ગઈકાલે સવારે મોટર સાયકલ નં. જીજે ૦૭ સીએમ ૬૧૦૯ ઉપર પત્ની ઉષાબેનને લઈ કઠલાલ - અમદાવાદ હાઈવે ઉપરથી જઈ રહ્યા હતા. આ દરમ્યાન હલધરવાસ ચોકડી નજીક પેટ્રોલ પંપ આગળ બાઈક ઊભું રાખી મહેશભાઈ હેલ્મેટ પહેરતા હતા ત્યારે પાછળથી આવેલ એક્ટિવા નં. જીજે ૨૭ બીક્યુ ૩૬૯૫ મોટર સાયકલને ટક્કર મારી એક્ટિવા ચાલક ફરાર થઈ ગયો હતો. જેથી મોટર સાયકલ ચાલક મહેશભાઈ ડાભી (ઉંમર ૨૯ વર્ષ)ને રોડ પર પડી જતા જમણા પગના ઢીંચણથી નીચેના ભાગે નળા ઉપર ફ્રેક્ચર થયું હતું જ્યારે તેમની પત્ની ઉષાબેનને હાથ ઉપર ઈજા થઈ હતી.

 

 

(6:20 pm IST)