Gujarati News

Gujarati News

News of Wednesday, 21st November 2018

સુરતમાં 10વર્ષીય બાળ ટવીન્સ મુનિઓ 10 ભાષામાં આપશે બેંગ્લોરમાં પ્રવચન

સુરત:માં સૌથી પહેલાં સફળ રીતે અર્ધશતાવધન કરનારા ટ્વીન્સ બાળ મુનીઓ ૨ ડિસેમ્બરના રવિવારે બેંગ્લોરમાં વિશ્વ રેકર્ડ કરવા જઈ રહ્યાં છે. ૧૦  વર્ષીય ટ્વીન્સ  બાળ મુનીઓ એક સાથે ૧૦ ભાષામાં પ્રવચન કરવા સાથે સાથે પ્રેક્ષકોએ પુછેલા ૧૦૦ સવાલના જવાબ સીધા અને ઉલ્ટા ક્રમમાં આપશે. 

બેંગ્લોરના પેલેસ ગ્રાઉન્ડમાં સવારે ૯ વાગ્યા આ ઘટના બનશે તે વિશ્વ રેકર્ડ હોવાનો દાવો કરવામાં આવ્યો છે. આ ટ્વીન્સ બાળ મુનીઆ સુરતના હોવા ઉપરાંતે સુરતમાં અર્ધશતાવધન સફળ કર્યું હોવાથી તેમની આ સિધ્ધિને સુરતના જૈન સમાજ સાથે અન્ય સમાજના લોકો માટે પણ મહત્વની બની રહે છે. 

સુરતના ટ્વીન્સ બાળ મુની નમીચંદ્ર સાગર અને નેમીચંદ સાગરે સૌથી પહેલાં સુરતમાં અર્ધસતાવધન અને શતાવધનનો સફળ કાર્યક્રમ કર્યો હતો. સુરતમાં બાળ મુનીઓનીઆ સિધ્ધિ બાદ તેઓ મહાશતાવધાની અભિનંદનચંદ્ર સાગરમુની પાસે રહીને એક બે નહીં પરંતુ ૧૦-૧૦ ભાષામાં જ્ઞાન મેળવ્યું છે. મહાશતાવધાની અભિનંદનચંદ્ર સાગરમુની કહે છે, સુરતના પીયુષ અને સોનલના આ બે ટ્વીન્સ પુત્રએ પહેલા ધોરણ સુધી અભ્યાસ કરીને બે વર્ષ સુધી ગુરૃકુળમા શિક્ષણ મેળવ્યું છે. 

(6:20 pm IST)