Gujarati News

Gujarati News

News of Wednesday, 21st November 2018

ચકલાસી ગ્રીડ નજીક પોલીસે રેડ પાડતા શખ્સ પર વહેમ રાખી બુટલેગરે તલવારથી હુમલો કર્યો: જાનથી મારી નાખવાની ધમકી

ચકલાસી: ગ્રીડ પાસે સંજયભાઈ રઈજીભાઈ વાઘેલા રહે છે. થોડા દિવસ પહેલાં ગ્રીડ પાસેથી પોલીસે રેઈડ કરી દારૂ ઝડપી પાડ્યો હતો. જેને લઈ સોમાભાઈ જગદીશભાઈ વાઘેલાએ સંજયભાઈ સાથે તમે લોકો પોલીસને જાણ કરી અમારો દારૂ પકડાવો છો તેમ કહી ઝઘડો કરી ગમે તેમ ગાળો બોલવા લાગ્યા હતા. એટલું જ નહીં આ બાબતે ઠપકો આપવા ગયેલ કમલેશભાઈ અને દિલીપભાઈને માર માર્યો હતો. આ ઝઘડામાં સોમાભાઈ તેમજ અન્ય ત્રણ જણાએ દિલીપભાઈને તલવાર મારી ઈજા કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. 

આ બનાવ અંગે કમલેશભાઈ ચંદુભાઈ વાઘેલાએ ચકલાસી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે સોમાભાઈ ઉર્ફે જગદીશભાઈ બચુભાઈ વાઘેલા, બચુભાઈ કાભઈભાઈ વાઘેલા, રાવજીભાઈ હરમાનભાઈ તેમજ વિજય રાવજીભાઈ વાઘેલા સામે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે. 

 

(6:19 pm IST)