Gujarati News

Gujarati News

News of Wednesday, 21st November 2018

ગાંધીનગર: જીઈબીની માલગાડીનું એન્જીન બંધ પડતા કલાકો સુધી હાઇવે બંધ: રાહદારીઓને હાલાકીનો સામનો કરવાની નોબત આવી

ગાંધીનગર:જીઈબી પાવર સ્ટેશનમાં કોલસો ભરેલી માલગાડી દરરોજ નિયત સમયે આવે છે ત્યારે આજે બપોરે આવેલી માલગાડી જીઈબી પાસે જ રસ્તા વચ્ચે અટકી પડી હતી. એન્જિન બંધ થઈ જવાના કારણે આ ભારખાનુ ઘ-૭થી પેથાપુર વચ્ચેના આ રોડ ઉપર ખોટવાઈ ગયું હતું. બપોરનું અટકી પડેલું આ ભારખાનુ રાત સુધી અહીંથી હલ્યુ નથી. જેને લઈને આ હાઈવે કલાકો સુધી બંધ રહયો છે. અહીં પોલીસ પહેરો મુકીને ટ્રાફિકને  ડાયવર્ટ કરવામાં આવ્યો છે. 

આ વિચિત્ર ઘટનાને લઈને વાહનચાલકોને ખાસ મુશ્કેલી પડી હતી. ગાંધીનગર થર્મલ પાવર સ્ટેશનના પ્લાન્ટમાં સીધુ કોલસા ભરેલું ભારખાનું જાય તે માટે રેલ્વેની લાઈન જીઈબી પ્લાન્ટ સુધી લંબાવવામાં આવી છે. અહીં દરરોજ નિયત સમયે ભારખાનુ જરૂરીયાત પ્રમાણે કોલસો ભરીને જાય છે. ત્યારે આજે બપોરના સમયે કોલસા ભરેલું ભારખાનુ બપોરના સમયે જીઈબીના ગેટમાં તો ગયું હતું પરંતુ ત્યાં જ એન્જિન ખોટવાઈ જતાં આ માલગાડી રસ્તા વચ્ચે જ અટકી ગઈ હતી. 

(6:17 pm IST)