Gujarati News

Gujarati News

News of Wednesday, 21st November 2018

યુવકને જીએસએફસીમાં નોકરી અપાવવાની લાલચ આપી ભેજાબાજે 18 લાખની ઠગાઈ આચરી: પોલીસ તપાસ શરૂ

વડોદરાજીએસએફસી કંપનીમાં ફરજ બજાવતા ભેજાબાજે સમા વિસ્તારમાં રહેતા યુવકને જીએસએફસીમાં નોકરી અપાવવાની લાલચ આપી યુવકની વિધવા માતા સાથે ૧૮ લાખની ઠગાઈ કરતા આ બનાવની સમા પોલીસે તપાસ શરૃ કરી છે. 

ન્યુસમારોડ પર ગાયત્રીપાર્ક સોસાયટીમાં રહેતા ૫૬ વર્ષીય ગીતાબેન દિનેશભાઈ પરમારના પતિ જીએસએફસી કંપનીમાં ફરજ બજાવતા હતા અને તેમનું ચાર વર્ષ અગાઉ અવસાન થયું છે. તેમના પતિ સાથે જીએસએફસીમાં ફરજ બજાવતા છગનભાઈ પસાભાઈ સોલંકી (સાંઈનાથનગર, સમા) સાથે તેમના પરિવારનો પરિચય હોઈ તે અવારનવાર ઘરે આવતા હતા. ગત જાન્યુઆરી માસમાં છગનભાઈએ ગીતાબેનને જણાવ્યું હતું કે મારી કંપનીના અધિકારીઓ સાથે સારી ઓળખાણ છે જેથી હું તમારા પુત્ર જયદિપને જીએસએફસીમાં નોકરી અપાવીશ પરંતું તેની માટે રૃપિયા આપવા પડશે.

 

 

(6:15 pm IST)