Gujarati News

Gujarati News

News of Wednesday, 21st November 2018

છોટા ઉદેપુરમાં પોલીસે બાળકને 30 હજારમાં વેચી દેનાર નર્સ સહીત ડોક્ટરની ધરપકડ કરી

વડોદરા:અલીરાજપુર ખાતેથી પકડાયેલી બાળકો વેચતી ટોળકી દ્વારા વેચાયેલુ વધુ એક બાળક કબજે લેવાતા અત્યાર સુધી કુલ ૧૩ બાળકો કબજે લેવાયા છે.

બાળ તસ્કરી કરતી ગેંગનો ભાંડો ફોડનાર અલીરાજપુર પોલીસ દ્વારા સૂત્રધાર શૈલેન્દ્ર રાઠૌર અને કેસર હોસ્પિટલના ડો.એ રાજુ સહિત કુલ ૨૫ ની ધરપકડ કરવામાં આવી છે.

પોલીસની તપાસમાં છોટાઉદેપુરની કેસર હોસ્પિટલની નર્સ સાયરા શેખ દ્વારા છ મહિના પહેલાં માત્ર રૃા.૩૦ હજારમાં છોટાઉદેપુરમાં સમદાની ઇકબાલભાઇ શેખને બાળક વેચ્યુ હોવાની વિગતો બહાર આવી છે.

પોલીસની ટીમે આજે સાયરા અને બાળક ખરીદનાર સમદાનીની ધરપકડ કરી બાળક કબજે લીધુ હતુ.આમ,ટોળકી દ્વારા આચરવામાં આવેલા કરતૂતો હજી બહાર આવી રહ્યા છે અને બાળ તસ્કરીનો આંકડો વધશે તેમ મનાઇ રહ્યું છે.

(6:10 pm IST)