Gujarati News

Gujarati News

News of Wednesday, 21st November 2018

વિસનગરમાં સિવિલ હોસ્પિટલમાં સાપ જોવા મળતા નાસાભાગ : દર્દીઓમાં ભયનો માહોલ

વિસનગર:સિવિલ હોસ્પિટલ  કમ્પાઉન્ડમાં છવાયેલા ઝાડી, જાંખરા અને ગંદકીથી  ઝેરી જીવજંતુઓનું આશ્રયસ્થાન બન્યું છે. સિવિલ હોસ્પિટલ કમ્પાઉન્ડમાં ૬ ફુટનો ઝેરી સાપ ફરતો જોવા મળતા દર્દીઓમાં ભારે ફફડાટ જોવા મળી રહ્યો છે.

વિશ્વ પર્યાવરણ દિન અને સ્વચ્છતા અભિયાન અંતર્ગત વિસનગર સિવિલ હોસ્પિટલમાં તંત્રની સુચના મુજબ વૃક્ષારોપણ અને સ્વચ્છતાના કાર્યક્રમો કરવામાં આવે છે પરંતુ અત્યારે સિવિલ સુપ્રિન્ટેન્ડેન્ટની નિષ્કાળજીના કારણે હોસ્પિટલના કમ્પાઉન્ડમાં ઝાડી, જાંખરા અને ગંદકી ફેલાયેલી જોવા મળી રહી છે.

હોસ્પિટલમાં ટી.બી. હોસ્પિટલ મકાનની પાછળ, પાણીની ટાંકી સામે અને આસપાસ તથા જુના ઓપીડી મકાન પાસે તેમજ મ્યુનિસિપલ માર્કેટની પાછળ ખુબજ ઝાડી જાંખરા ઉગ્યા છે. હોસ્પિટલ કમ્પાઉન્ડમાં ઝાડી, જાંખરા તથા ગંદકીના કારણે અત્યારે હોસ્પિટલ કમ્પાઉન્ડ ઝેરી જીવજંતુઓનું આશ્રયસ્થાન બન્યું છે. હોસ્પિટલ કમ્પાઉન્ડમાં અત્યારે લગભગ છ ફૂટ લાંબો ઝેરી સાપ ફરી રહ્યો છે,

 

(6:30 pm IST)