Gujarati News

Gujarati News

News of Wednesday, 21st November 2018

અમદાવાદમાં અકસ્માતનો સિલસિલો યથાવત: છોટા હાથીએ મહિલાને હડફેટે લીધી: કમકમાટી ભર્યું મોત

અમદાવાદ:શહેરમાં બનેલા અકસ્માતના બે અલગ અલગ બનાવમાં જુહાપુરામાં છોટા હાથી ગાડીએ મહિલાને ટક્કર મારતા તેનું મોત નીપજ્યું હતું. જ્યારે માધુપુરામાં રિક્ષાએ ટક્કર મારતા એક વ્યક્તિ મોતને ભેટી હતી.

પ્રથમ બનાવની વિગત મુજબ સરખેજ મકરબામાં દસાડાવાળાની ચાલીમાં રહેતા રેહાનાબાનુ સલીમભાઈ સિપાહી (૪૦) ૧૯ નવેમ્બરના રોજ જુહાપુરામાં ગુલઝારપાર્ક ગેટ નંબર- પાસેથી રસ્તો ક્રોસ કરી રહ્યા હતા. દરમિયાન પુરપાય ઝડપે જઈ રહેલ છોટા હાથી ગાડીએ રેહાનાબાનુને ટક્કર મારતા ગંભીર ઈજાને કારણે તેમનું મોત નીપજ્યું હતું. વેજલપુર પોલીસે આ અંગે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.

અન્ય બનાવમાં માધુપુરા મહેદીકુવા પાસે રહેતા ગોવિંદભાઈ ઠાકોરએ માધુપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે તેમના ભાઈ રમેશભાઈઠાકોર (૪૦) ૧૯ નવેમ્બરના રોજ છોટાલાલની ચાલી પાસેથી પસાર થઈ રહ્યા હતા. દરમિયાન પુરપાટ ઝડપે જઈ રહેલી રિક્ષાએ રમેશભાઈને ટક્કર મારતા માથામાં ગંભીર ઈજાને કારણે તેમનું મોત નીપજ્યું હતું. માધુપુરા પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.

(6:07 pm IST)