Gujarati News

Gujarati News

News of Wednesday, 21st November 2018

મહિલા કોંગ્રેસના સંગઠનને મજબુત બનાવવા ગાયત્રીબા વાઘેલા ગુજરાતને ધમરોળશેઃ પંચમહાલ-મહિસાગરમાં મીટીંગ યોજી

રાજકોટ, તા., ર૧: નવ નિયુકત ગુજરાત મહિલા કોંગ્રેસના પ્રમુખ ગાયત્રીબા વાઘેલા સમગ્ર ગુજરાતમાં મહિલા કોંગ્રેસના સંગઠનને મજબુત બનાવવા પ્રવાસ શરૂ કર્યો. જે અંતર્ગત પંચમહાલ જિલ્લાના ગોધરા અને મહીસાગર જિલ્લાના લુણાવાડા ખાતેમહિલા કોંગ્રેસને આગામી ર૦૧૯ની ચુંટણીને ધ્યાનમાં રાખીને સંગઠન મજબુત બનાવવા તથા શકિત પ્રોજેકટમાં વધુને વધુ મહીલાઓ જોડવાના પ્રયાસોકરવા અને બુથ લેવલ સુધીની કમીટી બનાવી મહિલા સંગઠનને મજબુત  બનાવવા સુચન કર્યુ હતું. આ મીટીંગમાં પ્રેમબા હાડા, પ્રિયંકા આર પરમાર, જયશ્રી આર. પરમાર, સિસોદીયા પ્રફુલ્લબેન, કાજલબેન પરમાર, વલવાઇ લીલાબેન, અમૃતબેન ડી., ફરીદાબેન મેહમુદ, ભરવાડ નીરૂપા મણીલાલ, હંસાબેન મહેશભાઇ બારીઆ તથા કાંતાબેન ચારેલ પ્રમુખ, મણીબેન ડામોર, ભાવીકાબેન પુવાર, વિરાજ ડીંડોર, લતાબેન માલીવાડ, પ્રેરણાબેન વિરપરા, સવિતાબેન ખાંટ, બદ્રુબેન શેખ, યાસ્મીન બેન મુસા, રસીદાબેન દવાલ, પ્રેશાબેન શાહ તથા મેંદાલભાઇ ડામોર, હરજીવનભાઇ, અજયસિંહ ચૌહાણ, પી.એમ.પટેલ, પિનાકીન શુકલ, લક્ષ્મણભાઇ ખાંટ, સુરેશભાઇ પટેલ સહીતના આગેવાનો ઉપસ્થિત રહયા હતા.

(3:52 pm IST)