Gujarati News

Gujarati News

News of Wednesday, 21st November 2018

ગુજરાત યુનિ,ની ડિગ્રી સર્ટી માટે વેબસાઈટમાં ધાંધિયા : હવે ઓફલાઈન પ્રક્રિયા : ફરીવાર મુદ્દત વધારો કરાયો

વિદ્યાર્થીઓના ભારે ધસારા અને સર્વરમાં લોડને લીધે વેબસાઈટ અનેકવાર ખોરવાઈ

અમદાવાદ :ગુજરાત યુનિવર્સિટી દ્વારા જાન્યુઆરીમાં યોજાનારા વાર્ષિક પદવીદાન સમારંભને લઈને ગત ૧૬મી ઓક્ટોબરથી ડિગ્રી સર્ટિફિકેટના રજિસ્ટ્રેશન માટે ઓનલાઈન પ્રક્રિયા શરૂ કરાઈ છે. યુનિવર્સિટીની રજિસ્ટ્રેશન વેબસાઈટ પર વિદ્યાર્થીઓના ભારે ધસારા અને સર્વરમાં લોડને લીધે વેબસાઈટ અનેકવાર ખોરવાઈ હતી.

વેબસાઈટ ઘણા દિવસો સુધી બંધ રહેતા અંતે વિદ્યાર્થીઓની રજૂઆતને પગલે ૧૫મી નવેમ્બરથી મુદ્દત વધારી ૨૦મી નવેમ્બર કરાઈ હતી. પરંતુ વધારેલી મુદ્દતમાં પણ ઓનલાઈન રજિસ્ટ્રેશન થઈ શકતા આજે એનએસયુઆઈના વિદ્યાર્થી કાર્યકરોએ ભારે હોબાળો મચાવ્યો હતો અને કુલપતિ કેબિન બહાર લોબીમાં વિદ્યાર્થી કાર્યકરોએ ધરણા કર્યા હતા અને સૂત્રોચ્ચાર કર્યા હતા. જેને પગલે અંતે યુનિવર્સિટીએ ડિગ્રી સર્ટીના ફોર્મ ભરવા ઓફલાઈન પ્રક્રિયા શરૂ કરાવી હતી અને મુદ્દત વધારી ૨૮ નવેમ્બર સુધી કરાઈ છે.

(12:47 pm IST)