Gujarati News

Gujarati News

News of Wednesday, 21st November 2018

આજે રજા છતા કેબીનેટ બેઠક : હરિભાઇ, સોલંકી, વસાવાના મુદ્દે સરકાર ભીસમાં

ભાજપની આબરૂ બચાવવા વિવાદાસ્પદ મંત્રીઓના રાજીનામા માંગી લેવાશે ? રૂપાલા - પરેશ રાવલના સંગઠન સબંધી નિવેદનો ચર્ચાસ્પદ

ગાંધીનગર તા.૨૧: ગુજરાત સરકારના ઇતિહાસમાં પ્રથમ વખત આજે જાહેર રજાના દિવસે મંત્રી મંડળની બેઠક મળી રહી છે આજની બેઠકમાં મુખ્ય મુદ્દો મંત્રી પુરૂષોતમ સોલંકીનો છે આ મુદ્દે હાઇકમાન્ડ દ્વારા કોઇ કડક સૂચના આપી હોવાની વાત રાજકીય વર્તુળોમાં ચર્ચાઇ રહી છે.

એક તરફ કેન્દ્રીય મંત્રી હરિભાઇ ચૌધરીનું નામ સીબીઆઇમાં ખુલ્યું ત્યારે તેના એજન્ટ તરીકે રાજય મંત્રી મંડળના મંત્રીના પીએનું નામ ખુલતા વહીવટીતંત્ર ચોંકી ઉઠયું છે. હાલમાં રાજયના મુખ્યમંત્રીનો વહીવટી કંટ્રોલ નથી તેવી છાપ દ્રઢ થતી જાય છે પરિણામે પ્રદેશ પ્રમુખ સામે પક્ષમાં વધતો જતો વિરોધ છે વડોદરાના ધારાસભ્યોએ વિરોધ દર્શાવ્યો છે જયારે રાજયના પાટનગર સચિવાલયમાં મુખ્ય મંત્રીનો કોઇ કંટ્રોલ નથી. આનો જીવતો જાગતો દાખલો ભારત સરકારે રાજયના ખેડૂતોની જમીન વર્ષો સુધી સંપાદન કરી કોઇ હેતુ શુદ્ધ ન થયો હોય તો ખેડૂતોને પરપ આપવાની થાય. આ વાતને ત્રણ વર્ષ થયા પરંતુ રાજય સરકાર જાણે ભારત સરકાર કરતા મોટી હોય તેવો દાવો કરી રહી છે, તેવું દેખાઇ રહયું છે.

આજની મંત્રી મંડળની બેઠકમાં હાઇકમાંડ દ્વારા ખાનગી સુચના આપી હોવાનું દિલ્હીના રાજકીય વર્તુળોમાંથી મળતી વિગતો મુજબ મંત્રી પુરૂષોતમ સોલંકી અને મંત્રી ગણપત વસાવા સામે થયેલા ભ્રષ્ટાચારના આક્ષેપાત્મક વાતોની ચર્ચા અને રાજીનામું લેવાની વાતની ચર્ચા થશે.

આ ઉપરાંત ગોધરાના સાંસદ પ્રભાતસિંહ ચૌહાણ સામે પણ કલ્પના બહારના ભ્રષ્ટાચારના આક્ષેપો થયા છે ત્યારે પ્રભાતસિંહ પોતે એવી વાત અવાર નવાર દોહરાવી ચુકયા છે કે, મારા સિવાય આ બેઠક કોઇ જીતી ન શકે.

હજુ આ વાત શાંત નથી થતી ત્યારે સાંસદ પરેશ રાવલ અને કેન્દ્રીય રાજય મંત્રી પુરૂષોતમ રૂપાલા દ્વારા પક્ષના સંગઠન સામે કરેલા નિવેદનોની પણ આજની બેઠકમાં ચર્ચા થાય તેમ જણાય છે. બીજી તરફ કેન્દ્રીય સિનિયર મંત્રી સુષ્મા સ્વરાજ દ્વારા ચૂંટણી નહિ લડવાની કરવામાં આવેલી જાહેરાત પણ આગામી લોકસભાની ચૂંટણી માટે સુચક છે.

(12:20 pm IST)