Gujarati News

Gujarati News

News of Wednesday, 21st November 2018

૧૫૦ રોબો હાજર થશે તમારી સેવામાં

દેશની સૌપ્રથમ રોબોટિક ગેલરી અમદાવાદના સાયન્‍સ સિટીમાં આકાર પામી રહી છે : ગલકાલે ચા-કોફી સર્વ કરીને બે રોબો તો કામે લાગી પણ ગયા

ગુજરાત કાઉન્‍સિલ ઓફ સાયન્‍સ સિટીની ઓફિસમાં ગઇકાલે રોબો વેઇટરનું ડેમોન્‍સ્‍ટ્રેશન કરીને ચા સર્વ કરવામાં આવી હતી.

અમદાવાદ તા.૨૧: દેશની સૌપ્રથમ રોબોટિક ગેલરી અમદાવાદમાં આવેલી વિશ્વપ્રસિદ્ધ ગુજરાત કાઉન્‍સિલ ઓફ સાયન્‍સ સિટીમાં આકાર પામી રહી છે, જયાં ૧૫૦ રોબો સહેલાણીઓને ગાઇડ કરશે. સ્‍ટુડન્‍ટ્‍સ અને અભ્‍યાસુઓ માટે આ રોબોટિક ગેલરી વૈશ્વિક કક્ષાની લેબ બની રહેશે જયાંથી સ્‍ટુડન્‍ટ્‍સ અભ્‍યાસ અને રિસર્ચ કરી શકશે. ગુજરાત કાઉન્‍સિલ ઓફ સાયન્‍સ સિટીએ વિકસાવેલા બે રોબો વેઇટરે ગઇકાલે ઓફિસમાં ચા-કોફી સર્વ કરી ત્‍યારે આગંતુકો પણ અચરજ પામી ગયા હતા.

અમદાવાદમાં આવેલા ગુજરાત કાઉન્‍સિલ ઓફ સાયન્‍સ સિટીના કેમ્‍પસમાં સાડા છ હજાર ચોરસ મીટરમાં બની રહેલી રોબોટિક ગેલરીમાં ૧૫૦ હ્યુમન રોબો સહેલાણીઓનું સ્‍વાગત કરી ગાઇડ કરશે. રોબો કેફે ગેલરી, રોબો સ્‍પોર્ટ્‍સ ગેલરી, રોબો હિસ્‍ટરી ગેલરી, બોટયુલિટી ગેલરી, રોબો નાટયમંડળ ગેલરી સહિત ૧૧ રોબો-ગેલરી બનશે જયાંથી સહેલાણીઓ અને અભ્‍યાસુઓને રોબોની અથથી ઇતિ સુધીની વિગતો જાણવા અને માણવા મળશે. મે-૨૦૧૯ સુધીમાં આ રોબોટિક ગેલરી તૈયાર થઇ જશે અને ખુલ્લી મૂકવામાં આવશે.

(11:50 am IST)