Gujarati News

Gujarati News

News of Wednesday, 21st November 2018

રાધનપુર તાલુકામાં એક જ દિવસમાં નર્મદા યોજનાની બે કેનાલો તૂટી : સ્થાનિકોમાં રોષ

રાધનપુર તાલુકામાં નર્મદા યોજનાની કેનાલો એટલી હલકા કક્ષાની બનાવેલી છે કે પાણી છોડતા જ તૂટી જાય છે,જેના કારણે ખેડૂતોને વ્યાપક નુકશાન થઇ રહ્યું છે,અને દુષ્કાળમાં અધિક માસ જેવી પરિસ્થિતિનો સામનો કરવો પડી રહ્યો છે

  વહેલી સવારે ચાર વાગ્યાના સુમારે તાલુકાના દેલાણા ગામની સીમમાંથી નીકળતી દેલાણા-ગોખાન્તર માયનોર કેનાલમાં પાણી છોડતા હાલકી કક્ષાની કેનાલમાં ગાબડું પડ્‌યું હતું અને ખેતરોમાં પાણી ફરી વળતા ખેડૂતોનો લાખો રૂપિયાનો જીરાનો પાક ખેદાન-મેદાન થઇ જવા પામ્યો હતો.ગામના અગ્રણી ખોડાભાઈ આયરના જણાવ્યા મુજબ કેનાલ તૂટતાં તેમના કુટુંબીજનો વાલાભાઇ જહાભાઈ આયર, શંકરભાઇ કરશનભાઇ આયર અને જેસાભાઇ કરશનભાઇ આયરના ખેતરોમાં પાણી ઘુસી ગયા હતા,અને લગભગ દસ વીઘા જમીનમાં પિયત કરેલા જીરાના પાકમાં પાણી ફરી વળતા આશરે ચાર લાખ રૂપિયાનું નુકશાન થવા પામ્યું હતું

  આ ઉપરાંત ગામના જ એક અગ્રણીના જણાવ્યા મુજબ સોમવારે જ સવારે ગડસઈ માયનોર કેનાલમાં પણ ગાબડું પડ્‌યું હતું,જેના પાણી ખેતરોમાં ઘુસી જવા પામ્યા હતા. દેલાણા ગામના સરપંચ રામભાઈ આયરના જણાવ્યા મુજબ કેનાલોનું કામ સાવ હલાકી કક્ષાનું કરવામાં આવ્યું હોવાથી અવાર-નવાર કેનાલ તૂટી જાય છે.રીપેરીંગ કરવા છતાંય એક જ જગ્યાથી કેનાલ તૂટી જાય છે

(1:07 am IST)