Gujarati News

Gujarati News

News of Tuesday, 20th November 2018

રાધનપુર તાલુકામાં એક જ દિવસમાં નર્મદા યોજનાની બે કેનાલો તૂટી : સ્થાનિકોમાં રોષ

રાધનપુર તાલુકામાં નર્મદા યોજનાની કેનાલો એટલી હલકા કક્ષાની બનાવેલી છે કે પાણી છોડતા જ તૂટી જાય છે,જેના કારણે ખેડૂતોને વ્યાપક નુકશાન થઇ રહ્યું છે,અને દુષ્કાળમાં અધિક માસ જેવી પરિસ્થિતિનો સામનો કરવો પડી રહ્યો છે

  વહેલી સવારે ચાર વાગ્યાના સુમારે તાલુકાના દેલાણા ગામની સીમમાંથી નીકળતી દેલાણા-ગોખાન્તર માયનોર કેનાલમાં પાણી છોડતા હાલકી કક્ષાની કેનાલમાં ગાબડું પડ્‌યું હતું અને ખેતરોમાં પાણી ફરી વળતા ખેડૂતોનો લાખો રૂપિયાનો જીરાનો પાક ખેદાન-મેદાન થઇ જવા પામ્યો હતો.ગામના અગ્રણી ખોડાભાઈ આયરના જણાવ્યા મુજબ કેનાલ તૂટતાં તેમના કુટુંબીજનો વાલાભાઇ જહાભાઈ આયર, શંકરભાઇ કરશનભાઇ આયર અને જેસાભાઇ કરશનભાઇ આયરના ખેતરોમાં પાણી ઘુસી ગયા હતા,અને લગભગ દસ વીઘા જમીનમાં પિયત કરેલા જીરાના પાકમાં પાણી ફરી વળતા આશરે ચાર લાખ રૂપિયાનું નુકશાન થવા પામ્યું હતું

  આ ઉપરાંત ગામના જ એક અગ્રણીના જણાવ્યા મુજબ સોમવારે જ સવારે ગડસઈ માયનોર કેનાલમાં પણ ગાબડું પડ્‌યું હતું,જેના પાણી ખેતરોમાં ઘુસી જવા પામ્યા હતા. દેલાણા ગામના સરપંચ રામભાઈ આયરના જણાવ્યા મુજબ કેનાલોનું કામ સાવ હલાકી કક્ષાનું કરવામાં આવ્યું હોવાથી અવાર-નવાર કેનાલ તૂટી જાય છે.રીપેરીંગ કરવા છતાંય એક જ જગ્યાથી કેનાલ તૂટી જાય છે

(1:07 am IST)
  • સુરત : કાપડ ઉદ્યોગમાં મહિલા રોજગાર અંગે થશે સ્ટડી :કાપડ મંત્રાલયની પાર્લામેન્ટ્રી કમિટીની ટીમ 28મી નવેમ્બરના રોજ મુલાકાત લેશે :હેન્ડલુમ-હેન્ડિક્રાફટમાં કામ કરતી મહિલાઓની મુલાકાત લેશે :મહિલાઓ સાથે મુલાકાત કરી ડિટેઈલ રિપોર્ટ તૈયાર કરાશે access_time 4:31 pm IST

  • માલેગાંવ બ્‍લાસ્‍ટ કેસઃ મુંબઈ હાઈકોર્ટમાં સુનાવણી access_time 11:54 am IST

  • ઇમરાન ખાનનું વિવાદાસ્પદ નિવેદન : કહ્યું, 'ઇતિહાસમાં હઝરત ઇસા કરતાં હઝરત મૂસાનો ઉલ્લેખ વધુ' :વીડિયો વાઇરલ: ઈમરાન ખાને ઓસામા બિન લાદેનને પણ આતંકી ગણાવવાનો ઈન્કાર કર્યો access_time 1:04 pm IST