Gujarati News

Gujarati News

News of Tuesday, 20th November 2018

રામોલમાં ટ્રક ક્લીનર ઉપર જીવલેણ હુમલા કરવાના કેસમાં ત્રણ શખ્સો ઝડપાયા

રામોલમાં ટ્રક ક્લીનર ઉપર જીવલેણ હુમલા કરવાના  કેસમાં ત્રણ શખ્સો ઝડપાયા

 

અમદાવાદ :રામોલ વિસ્તારમાં પશુઓ લઇ જતા ડિસાના ટ્રક ક્લીનરે છરીના ઘા ઝીંકીને જીવલેણ હુમલો કરાયો હતો. આ કેસમાં પોલીસે ત્રણ આરોપીની ધરપકડ કરી છે, જ્યારે લાકડીઓ અને છરીથી હુમલો કરનારા ત્રણ શખ્સોની પોલીસે શોધખોળ હાથ ધરી છે.

  કેસની વિગતો મુજબ બનાસકાંઠાના ડિસા તાલુકાના મહમદપુરા ગવાડી ગામમાં રહેતા ઝહીરભાઇ અબ્દુલ રશીદ કુરેશી ટ્રકમાં છાપીથી ૩૦ જેટલા પાડા ભરીને ભરૃચ જતા હતા. દરમિયાન શનિવારે રાત્રે ૧૨.૩૦ વાગે સોનીની ચાલીથી રાજેન્દ્રપાર્ક ચાર રસ્તા પસાર થતા હતા, આ સમયે લાકડીઓ લઇને અજાણ્યા છ શખ્સોએ આવીને ટ્રકને લાકડીઓ મારીને અમે ગૌ રક્ષકો હોવાનું કહીને બુમો પાડીને ટ્રક ઉભી રખાવી હતી આ સમયે બુલેટ પર બેસીને આવેલા બે શખ્સો પૈકી એક શખ્સે યુવકને પકડી લીધો હતો જ્યારે બીજા શખ્સે તેની પાસેની છરીથી યુવક પર હુમલો કર્યો હતો.

 

(12:51 am IST)
  • જમ્મુ કાશ્મીરમાં મહાગઠબંધનના વિચારથી બીજેપી બેચૅન બની :જમ્મુ કાશ્મીર વિધાનસભા ભંગ થયા બાદ પૂર્વ મુખ્યમંત્રી અને પીડીપી નેતા મહેબુબા મુફ્તીએ સિલસિલાબંધ ટ્વીટ કર્યા : મેહબૂબાએ ટ્વીટ કર્યું કે એક રાજનેતા તરીકે 26 વર્ષની કેરિયરમાં મેં ઘણું જોયું છે :ઉંમર અબ્દુલ્લા અને અંબિકા સોનીનો હૃદય પૂર્વક આભાર માનીશ કે જેઓએ અસંભવ જણાતી વસ્તુને હાંસલ કરવામાં મદદ કરી access_time 1:08 am IST

  • સુરેન્દ્રનગર:સબજેલમાં કોન્સ્ટેબલ સામે બે કેદીઓએ કરી દાદાગીરી:કોન્સ્ટેબલની વર્દીનો કોલર પકડી નવા કેદીઓને પોતાના બેરેકમાં નહી મુકવા આપી ધમકી: બંને કેદીઓ સામે ફરજમાં રૂકાવટની ફરિયાદ દાખલ કરાઇ access_time 1:49 pm IST

  • છેલ્લા ચાર વર્ષમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને મળેલી ૧૯૦૦ ભેટની ઓનલાઈન હરાજી કરાશે :ભેટમાં પાઘડી,હાફ જેકેટ,શૌલ,હનુમાનની ગદા:સૌથી મોંઘી સરદારની મૂર્તિની કિંમત ૧૦,૦૦૦થી શરૂ :હરાજીની રકમ કલ્યાણ ફંડ માટે વપરાશે access_time 2:49 pm IST