Gujarati News

Gujarati News

News of Wednesday, 21st November 2018

ભરૂચના શ્રવણ ચોકડી નજીક સલૂનમાં તોડફોડ મામલે બુટલેગરની પત્ની સહીત 7 મહિલા આરોપી થઇ હાજર

નયન કાયસ્થ તેમજ સલુન સંચાલક યુવતી વચ્ચે સંબંધ હોવાની શંકાએ મહિલાઓએ તોડફોડ કરી હતી

ભરૂચ શહેરના શ્રવણ ચોકડી પાસેથી દિપ્સ યુનિસેક્સ સલુન નામની દુકાનમાં બુટલેગર નયન કાયસ્થની પત્ની સહિત 8 મહિલાઓએ તોડફોડ કરી હોવાની ફરિયાદ પોલિસ ચોપડે નોધાઇ હતી. આ ગુનામાં સાત આરોપી મહિલાઓ પોલીસ સ્ટેશનમાં હાજર થઇ ગઇ હતી. પોલીસે તેમની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે

   . શિલ્પી સ્કવેર શોપિંગ સેન્ટરમાં દિપ્સ યુનીસેક્સ સલુન નામની દુકાનમાં ગત 11મીના રોજ બપોરના સમયે કેટલીક મહિલાઓએ તોડફોડ કરી હતી. ઘટનાને પગલે સલુન સંચાલકોએ કોઇ ફરિયાદ નહીં નોંધાવતાં પોલીસે સરકાર તરફે ગત 14મીના રોજ શહેરના દાંડિયાબજાર વિસ્તારમાં રહેતાં બુટલેગર નયન કિશોર કાયસ્થની પત્ની માલણ તેમજ તેની સાથેની 8 મહિલાઓ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં નયન કાયસ્થ તેમજ સલુનની સંચાલક યુવતી વચ્ચે સંબંધ હોવાની શંકાએ મહિલાઓએ તોડફોડ કરી હોવાનું માલુમ પડ્યું હતું.
   સોમવારના રોજ માલણ નયન કાયસ્થ, કોમલ વિનોદ વસાવા, પ્રિયંકા ઉર્ફે જીગુ પ્રવિણ મકવાણા, વૈષ્ણવી રોહિત વાઘેલા, રેશ્મા ઇસ્માલઇલ શેખ, મિનહાઝ ઇસ્માઇલ શેખ તેમજ સોનલ ખુમાનસિંહ એ ડીવીઝન પોલીસ સ્ટેશને જાતે હાજર થઇ હતી.

(12:34 am IST)