Gujarati News

Gujarati News

News of Wednesday, 21st November 2018

અમદાવાદ જિલ્લાને તમાકુ મુક્ત બનાવવા માટે યેલો લાઇન અભિયાન

વિરમગામના ગોરૈયા શાળા બહાર પીળી લાઈન કરીનેઅભિયાનની શરૂઆત

અમદાવાદ જિલ્લાને તમાકુ મુક્ત બનાવવા માટે વિરમગામના ગોરૈયા ગામેથી યેલો લાઈન અભિયાનની શરૂઆત થઈ છે. ગોરૈયા ગામની શાળા બહાર પીળી લાઈન કરીને જિલ્લાના મુખ્ય આરોગ્ય અધિકારી ડોક્ટર શિલ્પા યાદવે અભિયાનની શરૂઆત કરાવી હતી.

   એક અંદાજ પ્રમાણે વિશ્વમાં તમાકુના સેવનથી વિશ્વમાં 55 લાખથી વધુ લોકોના મોત થાય છે. ત્યારે ભારતમાં દર વર્ષે 10 લાખથી વધુ લોકોના તમાકુના સેવનખી મોત થાય છે. જેથી લોકોને તમાકુના સેવનથી બચાવવા માટે યેલો લાઈન અભિયાનની શરૂઆત કરાવવામાં આવી છે.

(9:04 pm IST)