Gujarati News

Gujarati News

News of Wednesday, 21st November 2018

વલસાડના કુંડી નજીક નેશનલ હાઇવે પર અડધા કરોડના ઝીંક મેટલ ભરેલ બોક્સની ચોરી

માલિકની ફરિયાદથી ટ્રક ડ્રાયવરની અટકાયત ;અજાણ્યા લોકોએ બંધક બનાવી ચોરી કરી ગયાનું ડ્રાયવરની કેફિયત

વલસાડના કુંડી ગામ નજીક નેશનલ હાઈ-વે પર 50 લાખના ઝીંક મેટલ ભરેલ બોક્સની ચોરી થઇ હતી. ઘટનાને પગલે મેટલ કંપનીના માલિક દ્વારા ટ્રક ડ્રાઇવર વિરુદ્ધ ફરિયાદ આપતા પોલીસે ટ્રક ડ્રાઈવરની અટક કરી વધુ તપાસ હાથ ધરી હતી

 આ અંગેની વિગત મજુજબ 18મી નવેમ્બર રવિવારે નેશનલ હાઈ-વે પાસે ટેકનિકલ ખામીને કારણે ટ્રક બગડી જતાં ડ્રાઈવરે ટ્રક રોડની સાઈડમાં કરી પાર્ક કરી હતી.ગઈકાલ સોમવારની રાત્રે આ ટ્રકમાંથી 50 લાખની કિંમતનું ઝીંક મેટલ ધાતુના બોક્સ કોઈ અજાણ્યા ઈસમો ડ્રાઇવરને બંધક બનાવી ચોરી કરી હોવાની માહિતી ડ્રાઇવરે રજૂ કરી હતી. સમગ્ર મામલે પોલીસને જાણ કરાતા તપાસ હાથ ધરવામાં આવી હતી.

(8:42 pm IST)