Gujarati News

Gujarati News

News of Wednesday, 21st November 2018

'વાઈબ્રન્ટ’ સચિવાલયમાં ચીફ સેક્રેટરીની ઓફિસમાં ચા-નાસ્તો પીરસતો રોબોટ બન્યો આકર્ષણનું કેન્દ્ર

ગાંધીનગર :સચિવાલયમાં બ્લોક નંબર-1ના પાંચમા માળે ચીફ સેક્રેટરી ડો.જે.એન.સિંઘની ઓફિસ આવેલી છે. સોમવારે અહી પેન્ટ્રી રૂમમાં બે રોબોટ મૂકવામાં આવ્યા હતા. જેઓ પેન્ટ્રીથી કોન્ફરન્સ હોલ અને સીએચ ચેમ્બરની વચ્ચે પ્લેટ લઈને ચા-નાસ્તો, પાણી લઈને આવતા જતા દેખાયા હતા.

    ગાંધીનગરમાં સચિવાલયમાં સાયન્સ સિટી દ્વારા મોકલવામાં આવેલાં બે રોબોટ પટાવાળાએ આગંતુકોમાં આકર્ષણ ઊભું કર્યું છે સવારે સીએસ ઓફિસના ફ્લોર પર પેન્ટ્રીથી કોન્ફરન્સ હોલ અને સીએમ ચેમ્બરની વચ્ચે બે રોબોટ ચા નાસ્તો લઇને અવરજવર કરતા દેખાયા હતા. અહીંયા ઉપસ્થિત અધિકારીઓ, કર્મચારીઓ અને અનેક મુલાકાતીઓએ તેને જોતા આશ્ચર્યમાં મુકાઇ ગયા હતાં.

(10:10 am IST)