Gujarati News

Gujarati News

News of Wednesday, 21st October 2020

રાજપીપળા આદિવાસી હેલ્પગ્રુપના સભ્યએ ઢેફા ગામની મહિલાને લોહી આપી જીવતદાન આપ્યું

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : ગરુડેશ્વર તાલુકાના ઢેફા ગામના હંસાબેન મુકેશભાઈ ભીલને ઇમરજન્સીમાં બ્લડની  જરૂર હોવાથી આદિવાસી હેલ્પ ગ્રુપના સભ્ય પૃથ્વીભાઈ વિજયભાઈ વસાવા (શશીભાઈ)એ તાત્કાલિક બ્લડની સેવા આપી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.અને હંસાબેન ભીલની જિંદગી બચાવવા મદદરૂપ બન્યા હતા.

 કોરોનાના આ કપરા સમયમાં આદિવાસી હેલ્પ ગ્રુપના સભ્યો હંમેશા ઇમરજન્સી સમયે જરૂરિયાતમંદની પાસે પહોંચી સેવા કાર્ય કરે છે અને રક્તદાન એજ મહાદાનની ઉક્તિને સાર્થક કરી માનવ સેવા એ જ પ્રભુ સેવાના આશયથી નિઃસ્વાર્થ ભાવે સેવા કાર્યો કરતું આવ્યું છે.જેમાં હાલ ગરુડેશ્વરની આ બીમાર મહિલાએ લોહીની જરૂર હોવાની જાણ થતાં જ તુરત તેમને લોહી આપી માનવતાના દર્શન કરાવ્યા હતા.

(10:56 pm IST)